મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. શરૂઆતના મોટા ઉછાળા બાદ નફો અંકે કરાવાને લીધે વૃદ્ધિ મર્યાદિત રહી હતી.
ગુરુવારે અમેરિકામાં શેરબજાર વધ્યા બાદ ગુરુવારે ફરીથી ફ્યુચર્સના ભાવમાં ઘટાડો થયો છે. એસએન્ડપી 500ના ફ્યુચર્સમાં 2.3 ટકા અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજના ફ્યુચર્સમાં 1.9 ટકાનો ઘટાડો થયો હતો. નાસ્દાક 100ના ફ્યુચર્સ 2.8 ટકા ઘટ્યા હતા.
ગુરુવારે અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં 0.75 ટકાનો વધારો જાહેર કરીને હવે પછી પણ એટલો જ વધારો કરાવાની શક્યતા વ્યક્ત કરી હતી.
અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.63 ટકા (955 પોઇન્ટ) વધીને 27,226 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 26,271 ખૂલીને 30,013 સુધીની ઉપલી અને 25,941 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
26,271 પોઇન્ટ | 30,013 પોઇન્ટ | 25,941 પોઇન્ટ | 27,226 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 16-6-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |