આઇસી15 ઇન્ડેક્સ 540 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ અમેરિકામાં સ્ટોક્સ ફ્યુચર્સ વધવાની સાથે સાથે વૈશ્વિક સ્તરે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં પણ વૃદ્ધિ જોવા મળી હતી. બિટકોઇન 20,500 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

નોંધનીય છે કે સૌથી મોટાં એક્સચેન્જોમાંના એક એફટીએક્સના હેડ સામ બેન્કમેને કહ્યું છે કે ક્રીપ્ટો માર્કેટમાં નાણાંની પ્રવાહિતાની સમસ્યા હવે પૂરી થઈ હોવાની શક્યતા છે. જોકે, રોકાણકારોમાં હજી વિશ્વાસ જાગ્યો નથી. પાછલા 24 કલાકમાં ટ્રેડિંગ વોલ્યુમ 17 ટકા ઘટ્યું છે.

બિટકોઇનમાં 1.75 ટકા તથા ઈથેરિયમમાં પાંચ ટકાનો વધારો થયો છે. સોલાનામાં 2 ટકા, ડોઝકોઇનમાં 1.79 ટકા અને પોલકાડોટમાં 1.44 ટકાનો વધારો થયો છે.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.99 ટકા (540 પોઇન્ટ) વધીને 27,667 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 27,126 ખૂલીને 27,862 સુધીની ઉપલી અને 26,748 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

————–

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
27,126 પોઇન્ટ 27,862 પોઇન્ટ 26,748 પોઇન્ટ 27,667 પોઇન્ટ

ડેટાનો સમયઃ 7-7-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)