ક્રૂડ ઓઇલના ભાવ ઘટતાં આઇસી15 ઇન્ડેક્સમાં 4.58 ટકાનો ઉછાળો 

મુંબઈઃ ક્રૂડ ઓઇલના ઘટી રહેલા ભાવને કારણે રોકાણકારોને એશિયન અર્થતંત્રો માટે આશાવાદ વધ્યો હોવાને પગલે બુધવારે મુખ્ય ક્રીપ્ટોકરન્સીના ભાવમાં વૃદ્ધિ જોવા મળી હતી. બિટકોઇન 40,000 ડૉલરનો ભાવ ઓળંગી ગયો હતો.

ક્રૂડના નીચા ભાવને લીધે સમગ્ર એશિયાના મુખ્ય સ્ટૉક્સ ઇન્ડેક્સ ઉંચે ચડ્યા હતા. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને અવગણીને બજારોમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો.

સૌથી મોટી ક્રીપ્ટોકરન્સી બિટકોઇનમાં 24 કલાકના ગાળામાં પાંચેક ટકા જેટલો વધારો થયો હતો. ઈથેરિયમ પણ 6 ટકા વધીને 2,600 ડૉલરની ઉપર પહોંચ્યો હતો.

દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 4.58 ટકા (2,516 પોઇન્ટ) ઉછળીને 57,491 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 54,948 ખૂલીને 59,002 સુધીની ઉંચી અને 54,716 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
54,948 પોઇન્ટ 59,002 પોઇન્ટ 54,716 પોઇન્ટ 57,491

પોઇન્ટ

ડેટાનો સમયઃ 16-3-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)