મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં પ્રોફિટ બુકિંગ બાદ ફરીથી સુધારાનો દોર ચાલુ થયો હોવાનું જણાય છે. શુક્રવારે બેન્ચમાર્ક ઇન્ડેક્સ-આઇસી15માં 278 પોઇન્ટનો વધારો થયો હતો. મુખ્ય વધેલા કોઇનમાં શિબા ઇનુ, ટ્રોન, ઈથેરિયમ અને લાઇટકોઇન સામેલ હતા, જ્યારે મુખ્ય ઘટેલામાં બિનાન્સ, સોલાના, અવાલાંશ અને યુનિસ્વોપ સામેલ હતા. માર્કેટ કેપિટલાઇઝેશન 975 અબજ ડોલર રહ્યું છે.
દરમિયાન, ચીનની સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી)એ ઈ-કોમર્સ એપ મેઇતુઆન મારફતે સ્માર્ટ કોન્ટ્રેક્ટની ફંક્શનાલિટી શરૂ કરી છે. આ એપ ફૂડ ડિલિવરી અને રિટેલ વેચાણ માટેની અગ્રણી એપ છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.92 ટકા (278 પોઇન્ટ) વધીને 30,366 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 30,088 ખૂલીને 30,769ની ઉપલી અને 29,871 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.