IC15 ઇન્ડેક્સ 1,642 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડાનો લાંબો દોર ચાલ્યા બાદ હવે ફરીથી તેજી આવી છે. બિટકોઇન ફરી એક વાર 42,000ની સપાટી વટાવી ગયો છે. આ માર્કેટમાં ગેમિંગના કોઇનના ભાવમાં સૌથી વધારે વૃદ્ધિ થતી જોવા મળી છે.

અમેરિકામાં નીતિવિષયક વ્યાજદરમાં ફેરફાર થવાને લગતા ડરને હવે તિલાંજલિ આપી દેવાઈ છે. એની સાથે રશિયા-યુક્રેનની તંગદિલીને પણ વધુ ગંભીરતાથી લેવાનું રોકાણકારોએ છોડી દીધું હોય એવું જણાય છે. આ સુધરેલા માનસનું પ્રતિબિંબ બિટકોઇન ફિયર ઍન્ડ ગ્રીડ ઇન્ડેક્સમાં પડ્યું છે. આ ઇન્ડેક્સ વધીને 45 સુધી પહોંચ્યો છે.

બિટકોઇન 2 ટકા કરતાં વધુ વૃદ્ધિ સાથે 42,500 ડૉલરની સપાટી વટાવી ગયો છે. ચાર્ટિસ્ટોના મતે બિટકોઇનમાં હવે પછીની પ્રતિકારની સપાટી 45,000 ડૉલર છે. ક્રિપ્ટોનું માર્કેટ કેપિટલાઇઝેશન 3 ટકા વધીને 1.96 ટ્રિલ્યન ડૉલર થઈ ગયું છે. દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો ક્રીપ્ટોકરન્સીનો વિશ્વનો પ્રથમ ઇન્ડેક્સ – આઇસી15 2.69 ટકા (1,642 પોઇન્ટ) વધીને 62,636 પોઇન્ટ બંધ રહ્યો હતો. આઇસી15 ઇન્ડેક્સ 60,994 ખૂલ્યા બાદ ઉપરમાં 63,075 અને નીચામાં 60,195 પોઇન્ટ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ
ખૂલેલો આંક ઉપલો આંક નીચલો આંક બંધ આંક
60,994 પોઇન્ટ 63,075 પોઇન્ટ 60,195 પોઇન્ટ 62,636 પોઇન્ટ

ડેટાનો સમયઃ 7-2-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)