મુંબઈઃ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની સ્થિતિને કારણે વૈશ્વિક વિકાસ પર પ્રતિકૂળ અસર થવાને પગલે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય પાછળ ઠેલશે એવી ધારણાએ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે ઉછાળો આવ્યો હતો. બિટકોઇન થોડા સમય પૂરતો 44,000 ડોલરની ઉપર ગયો હતો. જોકે રશિયાએ અણુશસ્ત્રના ઉપયોગનો વિકલ્પ ખુલ્લો રાખ્યો હોવાથી વૃદ્ધિ મર્યાદિત રહી હતી.
ઉત્પાદન ક્ષેત્રે અગ્રણી ચીને રશિયાને ટેકો આપ્યો છે તથા અમેરિકા, યુરોપિયન યુનિયન અને તેના સહયોગી દેશોએ યુક્રેનને સાથ આપ્યો છે. આવામાં ફેડરલ રિઝર્વ હવે વ્યાજદરમાં ઝડપી વધારો નહીં કરે એવું અનુમાન રોકાણકારોએ કર્યું છે.
ક્રિપ્ટોવાયરે લોન્ચ કરેલા વિશ્વના સૌપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15માં મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ઇન્ટ્રા-ડે ધોરણે 7485 પોઇન્ટનો ઉતારચડાવ થયા બાદ ઇન્ડેક્સ 11.35 ટકા (6269 પોઇન્ટ) વધીને 61,509 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 55,240 ખૂલીને 62,488 સુધીની ઊંચી અને 55,003 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ટ્રા-ડેમાં બિટકોઇન 15 ટકા, ટેરાનો લ્યુના 20 ટકા અને અવાલાંશ 15 ટકા વધ્યા હતા. ક્રિપ્ટોકરન્સીનું માર્કેટ કેપ લગભગ 12 ટકા વધીને 1.9 ટ્રિલિયન ડોલર થયું હતું.
IC15 ઇન્ડેક્સની હિલચાલ |
|||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
55,240પોઇન્ટ | 62,488પોઇન્ટ | 55,003પોઇન્ટ | 61,509 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 1-3-22નીબપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |