ક્રિપ્ટો ઇન્ડેક્સ IC15નું BitBNS એક્સચેન્જ પર ટ્રેડિંગ થશે

મુંબઈઃ વૈશ્વિક સુપર એપ – ક્રિપ્ટોવાયર અને ભારતમાં ક્રિપ્ટોકરન્સીના અગ્રણી એક્સચેન્જ – ક્રિપ્ટો ઇન્ડેક્સ IC15નું BitBNS એક્સચેન્જ પર ટ્રેડિંગ થશે.  તેમની વચ્ચે આઇસી15ના ટ્રેડિંગ સંબંધે કરાર થયા છે. આઇસી15 એ ક્રિપ્ટોવાયરે ગત ત્રીજી જાન્યુઆરીએ લોન્ચ કરેલો ભારતનો પ્રથમ વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી ઇન્ડેક્સ છે.

ક્રિપ્ટો ઇન્ડેક્સ IC15નું BitBNS એક્સચેન્જ પર ટ્રેડિંગ થશે એક્સચેન્જ પર આઇસી15નું ટ્રેડિંગ આવતા નાણાકીય વર્ષથી અર્થાત્ એપ્રિલના પ્રથમ સપ્તાહથી શરૂ થશે.

ક્રિપ્ટોવાયરે ભારતનો પ્રથમ વૈશ્વિક ઇન્ડેક્સ શરૂ કરવા ઉપરાંત હવે ઇન્ડેક્સના ટ્રેડિંગની નવી પહેલ કરી છે. વ્યક્તિઓ અને સંસ્થાઓને કોઈ એક કરન્સીમાં ટ્રેડિંગ કરવામાં જે જોખમ હોય એની તુલનાએ સમગ્ર માર્કેટને આવરી લેનારા ઇન્ડેક્સમાં કરાતા ટ્રેડિંગમાં જોખમ ઓછું હોય છે. એટલું જ નહીં, ઇન્ડેક્સમાં ટ્રેડિંગ કરવાથી પ્રવાહિતાને લગતું જોખમ પણ ઘટી જશે. ક્રિપ્ટો ઇન્ડેક્સ IC15નું BitBNS એક્સચેન્જ પર ટ્રેડિંગ થશે. એક્સચેન્જના આશરે 40 લાખ યુઝર્સને આઇસી15માં ટ્રેડિંગ કરવાનો લાભ મળશે.

આઇસી15નું ટ્રેડિંગ શરૂ થવાને પગલે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF) તથા અન્ય વેલ્થ મેનેજમેન્ટ પ્રોડક્ટ્સ, ડેરિવેટિવ્ઝ અને બાસ્કેટ ટ્રેડિંગ મારફતે અલગ-અલગ પ્રોડક્ટ્સ ઓફર કરી શકાશે. આ વ્યવસ્થા ન્યુ યોર્ક સ્ટોક એક્સચેન્જ, સીએમઈ, નેસ્ડેક અને લંડન સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડ થતા એસએન્ડપી, ડાઉ જોન્સ અને એફટીએસઈ ઈક્વિટી ઇન્ડેક્સ અથવા ઈટીએફ પ્રોડક્ટ્સ જેવી છે.

ક્રિપ્ટોવાયરના એમડી-સીઈઓ જોસેફ મેસીએ કરાર સંબંધે કહ્યું છે કે આઇસી15 માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ 80 ટકા કરતાં વધારે ક્રિપ્ટો એસેટ્સનું પ્રતિનિધિત્વ કરે છે. જેમ-જેમ ક્રિપ્ટોકરન્સી માર્કેટ વિકસતી જશે, તેમ-તેમ સહભાગીઓને આઇસી15 પર આધારિત અન્ય ઓફરિંગ્સનો લાભ મળવા લાગશે.

ક્રિપ્ટો ઇન્ડેક્સ IC15નું BitBNS એક્સચેન્જ પર ટ્રેડિંગ થશે. એક્સચેન્જના સ્થાપક અને સીઈઓ ગૌરવ દહાકેએ કહ્યું છે કે આઇસી15 ઇન્ડેક્સમાં ટ્રેડિંગ શરૂ થવાથી ભારત વૈશ્વિક ક્રિપ્ટોના નકશા પર સ્થાન મેળવશે, કારણ કે ઇન્ડેક્સના ભાવ વૈશ્વિક સ્તરે જોઈ શકાશે અને ઉદ્યોગ ક્રિપ્ટોમાં થનારી વ્યાપક હિલચાલ પર નજર રાખી શકશે. દુનિયામાં લેવાનારા નીતિવિષયક નિર્ણયો તથા અલગ-અલગ પ્રકારના સમાચારોની થનારી અસર પણ આ ઇન્ડેક્સમાં ઝિલાશે.