મુંબઈઃ વિશ્વભરમાં મંદીના ભણકારા વાગી રહ્યાના માહોલમાં બુધવારે ક્રીપ્ટોકરન્સી સહિતની સટ્ટાકીય એસેટ્સના ભાવમાં મોટો ઘટાડો આવ્યો હતો. રોકાણકારોએ ડોલરમાં રોકાણ વધાર્યું હતું. બિટકોઇન ફરી એકવાર 19,000 ડોલરની નીચે પહોંચી ગયો હતો.
ગયા સપ્તાહે અનેક દેશોની કેન્દ્રીય બેન્કોએ વ્યાજદરમાં વધારો કર્યો તેને પગલે શેરબજારમાં કડાકો આવ્યો છે. અમેરિકાના 10 વર્ષની મુદતના બોન્ડની ઊપજ 2010 બાદ પહેલી વાર 4 ટકાનો આંક કુદાવી ગઈ છે. અમેરિકન ડોલર પણ 20 વર્ષની ટોચે પહોંચ્યો છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 6.35 ટકા (1,849 પોઇન્ટ)ના ઘટાડા સાથે 27,260 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 29,108 ખૂલીને 29,275ની ઉપલી અને 26,642 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
29,108 પોઇન્ટ | 29,275 પોઇન્ટ | 26,642 પોઇન્ટ | 27,260 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 28-9-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |