મુુંબઈઃ રશિયા અને યુક્રેન વચ્ચેની તંગદિલીની અસર ઈક્વિટી અને ક્રીપ્ટોકરન્સી માર્કેટ પર હજી પણ હાવી રહેતાં બન્ને માર્કેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સોમવારે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો આગળ વધતાં ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો ક્રીપ્ટોકરન્સીનો વિશ્વનો પ્રથમ ઇન્ડેક્સ – આઇસી15 1.25 ટકા (764 પોઇન્ટ) ઘટીને 60,232 પોઇન્ટ બંધ રહ્યો હતો. આઇસી15 ઇન્ડેક્સ 60,996 ખૂલ્યા બાદ ઉપરમાં 61,503 અને નીચામાં 59,656 પોઇન્ટ ગયો હતો.
રશિયા-યુક્રેનના મુદ્દે અમેરિકન પ્રમુખ જો બાઇડને રશિયાના સમોવડા વ્લાદિમીર પુતિન સાથે ચર્ચા કર્યા બાદ જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ યુક્રેન ગયા હતા. તેમણે રશિયા દ્વારા આક્રમણ થતું અટકાવવા માટે રાજદ્વારી પ્રયાસ હાથ ધર્યા છે. બાઇડેન સરકારે ગમે તે ઘડીએ આક્રમણ થઈ શકે છે એવી ચેતવણી શુક્રવારે આપી હતી.
બિટકોઇન ફીયર ઍન્ડ ગ્રીડ ઇન્ડેક્સ ફીયરની શ્રેણીમાં રહ્યો હતો. બિટકોઇનનો ભાવ લગભગ એક ટકો તૂટ્યો હતો. આ જ રીતે ઈથેરિયમમાં 2 ટકાનો ઘટાડો થયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
60,996 પોઇન્ટ | 61,503 પોઇન્ટ | 59,656 પોઇન્ટ | 60,232
પોઇન્ટ |
ડેટાનો સમયઃ 14-2-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |
