મુંબઈઃ માર્કેટ કૅપિટલાઇઝેશનની દૃષ્ટિએ સૌથી મોટી ક્રીપ્ટોકરન્સી – બિટકોઇનમાં સોમવારે 37,000ની આસપાસ ભાવ ચાલી રહ્યો હતો. રશિયા અને યુક્રેન વચ્ચેની તંગદિલી વધવાને પગલે રોકાણકારો હાલ સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે.
અમેરિકામાં સ્ટૉક્સ ફ્યુચર્સમાં મહિનાના છેલ્લા દિવસે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. બીજી બાજુ, બિટકોઇનમાં રોકાણકારોએ થોડી વધુ શોર્ટ પોઝિશન ઉમેરી હતી.
ડાઉ ફ્યુચર્સમાં વધારે ફેરફાર થયો ન હતો, જ્યારે એસએન્ડપી 500માં 0.16 ટકાનો વધારો હતો હતો. બિટકોઇનમાં નેટ ઊભાં ઓળિયાં 2 ટકા ઘટીને 30.7 અબજ ડૉલર રહ્યા હતા, જે આ ક્રીપ્ટોમાંથી નાણાં બહાર ગયાનું દર્શાવે છે.
ભારતમાં પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ થઈ રહ્યું છે અને સરકાર તેમાં ક્રીપ્ટો બાબતે કોઈ સ્પષ્ટતા કરશે કે કેમ એ એક સવાલ છે.
ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો ક્રીપ્ટોકરન્સીનો વિશ્વનો પ્રથમ ઇન્ડેક્સ – આઇસી15 2.93 ટકા (1,614 પોઇન્ટ) ઘટીને 53,450 પોઇન્ટ બંધ રહ્યો હતો. આઇસી15 ઇન્ડેક્સ 55,064 ખૂલ્યા બાદ ઉપરમાં 55,234 અને નીચામાં 52,651 પોઇન્ટ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
55,064 પોઇન્ટ | 55,234 પોઇન્ટ | 52,651 પોઇન્ટ | 53,450 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 31-1-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |