આઇસી15 ઇન્ડેક્સ 715 પોઇન્ટ ઘટ્યો 

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટ હજી દિશા નક્કી કરવાની સ્થિતિમાં નથી. ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારશે તોપણ અમેરિકાના અર્થતંત્રની ગાડી પાટા પરથી નહીં ઉતરે એવી અપેક્ષા સાથે રોકાણકારો અનિશ્ચિત ભૂરાજકીય સ્થિતિ અને ક્રૂડના વધી રહેલા ભાવને લીધે ચિંતિત છે.

બુધવારે મોટાભાગના એશિયન શેરબજારોમાં વૃદ્ધિ થઈ હતી, જ્યારે અમેરિકામાં સ્ટોક ફ્યુચર્સમાં મિશ્ર વલણ દેખાઈ રહ્યું છે. હાલમાં રોકાણકારો વધી રહેલા ફુગાવાની સામે રક્ષણ મેળવવા માટે વધુ જોખમ ધરાવતી એસેટ્સ પોતાના પોર્ટફોલિયોમાં ઉમેરી રહ્યા છે.

રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિની સ્થાપનાનો કોઈ સંકેત દેખાઈ રહ્યો નથી એવા સંજોગોમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ યુક્રેનની જાનમાલના વ્યાપક નુકસાન સંબંધે ત્રણ ઠરાવો વિશે વિચારવિમર્શ કરવાનો છે.

બુધવારે બિટકોઇન 0.7 ટકાના ઘટાડા સાથે 42,100 ડોલર અને ઈથેરિયમ 2 ટકાના ઘટાડા સાથે 2,900 ડોલરની આસપાસ ચાલી રહ્યા છે.

દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.14 ટકા (715 પોઇન્ટ) ઘટીને 61,504 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 62,220 ખૂલીને 62,846 સુધીની ઉપલી અને 60,761 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
62,220 પોઇન્ટ 62,846 પોઇન્ટ 60,761 પોઇન્ટ 61,504

પોઇન્ટ

ડેટાનો સમયઃ 23-3-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]