મુંબઈઃ એફટીએક્સ એક્સચેન્જને લગતી કેટલીક ચિંતાને કારણે આઇસી15 ઇન્ડેક્સમાં મંગળવારે મોટો ઘસારો લાગ્યો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી ડોઝકોઇન, સોલાના, લાઇટકોઇન, અવાલાંશ અને યુનિસ્વોપમાં 9થી 13 ટકાનો ઘટાડો થયો હતો. માત્ર ચેઇનલિંક 6 ટકા વધ્યો હતો. માર્કેટ કેપિટલાઇઝેશન ફરી એક વખત 1 ટ્રિલ્યન ડોલરની નીચે ઉતરી ગયું છે.
બેન્ક ઓફ કોરિયાએ એક એવા સોફ્ટવેરની રચના કરી છે, જેની મદદથી લોકો અલગ અલગ સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીને અલગ અલગ દેશોમાં સહેલાઈથી મોકલી શકે છે. બીજી બાજુ, માસ્ટરકાર્ડના સીઈઓ માઇકલ મેબેકે કહ્યું છે કે ક્રીપ્ટોકરન્સીનો બહોળા પ્રમાણમાં વપરાશ થાય એ માટે પહેલાં ધાર્યું હતું એના કરતાં વધારે સમય લાગશે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 5.43 ટકા (1,706 પોઇન્ટ) ઘટીને 29,718 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 31,424 ખૂલીને 31,866ની ઉપલી અને 28,849 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
31,424 પોઇન્ટ | 31,866 પોઇન્ટ | 28,849 પોઇન્ટ | 29,718 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 8-11-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |