નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ટિકટોક સહિત 59 ચાઇનીઝ એપ્સ પર સોમવારે રાતથી પ્રતિબંધ મૂકી દીધો છે. ત્યાર બાદ ટિકટોક કંપનીએ મંગળવારે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે એણે કોઈ પણ ભારતીય યુઝર્સની માહિતી ચીન અથવા અન્ય વિદેશી સરકાર પહોંચાડી નથી. આ ઉપરાંત કંપનીએ તો લાખો લોકોને રોજગારી પૂરી પાડી છે. બીજી બાજુ, અન્ય ચાઇનીઝ એપ ક્લબ ફેકટરીએ પણ કહ્યું છે કે અમે ભારતમાં કાયદાઓનું સખતાઈથી પાલન કરવા સાથે સીધી કે આડકતરી રીતે લાખો લોકોને રોજગારી પૂરી પાડી છે.
ડેટા પ્રાઇવસી અને સિક્યોરિટીની શરતોનું પાલન
ટિકટોક ઇન્ડિયાના વડા નિખિલ ગાંધીએ એક નિવેદન જારી કરતાં કહ્યું છે કે અમે આ મામલાથી જોડાયેલા સરકારી અધિકારીઓએ વાતચીત માટે અમને બોલાવ્યા હતા અને અમને સ્પષ્ટતા કરવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ટિકટોક ભારતીય નિયમો મુજબ ડેટા પ્રાઇવસી અને સિક્યોરિટીની શરતોનું પાલન કરતી રહી છે. આ એપે ભારતીય યુઝર્સની માહિતી ચીન અથવા કોઈ પણ વિદેશી સરકારને નથી આપી. ટિકટોકે એ પણ કહ્યું હતું કે જો અમને ભવિષ્યમાં પણ આવું કરવાનું કહેવામાં આવ્યું તો પણ અમે નહીં કરીએ.
ટિકટોક 14 ભાષાઓમાં ઉપલબ્ધ, લાખો યુઝર્સની રોજીરોટી
ટિકટોક દ્વારા એક નિવેદનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે એ 14 ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેથી લાખો યુઝર્સ કલાકાર, એજ્યુકેટર્સ સ્ટોરી ટેલર્સ પોતાની ભાષામાં પર્ફોર્મ કરીને પોતાની રોજીરોટી ચલાવી શકે. આવામાં કેટલાય એવા લોકો છે, જેમણે પહેલી વાર ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો છે.
130 કરોડ ભારતીયોના ડેટાની સુરક્ષા માટે આ પગલું
ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશનવ ટેક્નોલોજીએ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 69Aનો ઉપયોગ કરતાં ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે કહ્યું છે કે આ પગલું દેશના કરોડો મોબાઇલ અને ઇન્ટનેટ યુઝર્સનાં હિતોની સુરક્ષા માટે લેવામાં આવ્યું છે. આ નિર્ણયનો હેતુ ઇન્ડિયન સાઇબરસ્પેસની સુરક્ષા સુનિશ્ચિત કરવાની છે. સરકાર દ્વારા જારી રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે 130 કરોડ ભારતીયોના ડેટાની સુરક્ષા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
સરકારે નવા નિર્ણય પછી પ્લે સ્ટોરથી આ એપ દૂર થઈ ગઈ છે, જ્યારે જે લોકકોની પાસે પહેલેથી જ એ ડાઉનલોડ છે, તેમની એપ કામ કરી રહી છે.
ક્લબ ફેક્ટરીએ હજારો ભારતીયોને રોજગારી આપી
સરકારે 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવ્યાના એક દિવસ પછી ચાઇનીઝ ઇ-ટેલર ક્લબ ફેક્ટરી પણ પ્રભાવિત થઈ છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતું કે કંપની આ ક્ષેત્રના તમામ કાયદાનું સખતપણે પાલન કરવા સાથે સેંકડો ભારતીયોને રોજગારી પણ પૂરી પાડે છે. આ ઉપરાંત કંપની યુઝર્સના ડેટા સિક્યોરિટીનાં પ્રાઇવસીનાં ધોરણોનું પાલન કરે છે. અમે દેશમાં લાંબા સમયથી હાજરી છે. વળી, અમે દેશમા હજારો લોકોને સીધી રોજગારી આપી છે. અમારી પાસે 30,000 રજિસ્ટર્ડ ભારતીય વેચાણકર્તાઓ નોંધાયેલા છે, જે દેશમાં MSME પર ધ્યાન કેન્દ્રિત કરનારા વેચાણ કરનારા વેપારીઓ છે.
ગયા વર્ષે ઓક્ટોબરમાં ક્લબ ફેક્ટરીએ 100 અમેરિકી ડોલરનું ફંડ એકત્ર કરી હોવાની જાહેરાત કરી હતી. કંપનીએ કિમિંગ વેન્ચર કેપિટલની આગેવાનીમાં અનેક રોકાણકારો પાસેથી ફંડ એકત્ર કર્યું હતું. કંપનીએ દેશમાં 10 કરોડથી મન્થલી સક્રિય યુઝર્સ ધરાવે છે. દેશમાં ક્લબ ફેક્ટરી મહત્ત્વનાં બજારો પૈકીનું એક બજાર બની ગઈ છે. કંપનીએ એક લાખ સ્થાનિક વેચાણકર્તાઓને નોંધવાનું લક્ષ્ય બનાવ્યું હતું.