ટાટા મોટર્સે હ્યુન્ડાઈને પાછળ પાડી દીધી

મુંબઈઃ દાયકામાં પહેલી જ વાર બન્યું છે કે દેશની વાહનઉત્પાદક કંપની ટાટા મોટર્સે દક્ષિણ કોરિયાની હ્યુન્ડાઈને પાછળ પાડી દઈને ભારતમાં સૌથી વધુ કાર વેચનાર કંપનીઓમાં બીજો નંબર હાંસલ કર્યો છે. મારુતિ સુઝુકી આજે પણ દેશની નંબર-1 કારઉત્પાદક છે.

ડિસેમ્બર 2021માં ટાટા મોટર્સનું સ્થાનિક વેચાણ વધીને 66,307 યુનિટ્સ થયું છે, જે ગયા વર્ષના ડિસેમ્બરમાં 53,430 યુનિટ્સ હતું. તેના કમર્શિયલ વાહનોનું વેચાણ 31,008 નોંધાયું છે જે ગયા વર્ષના ડિસેમ્બરમાં 29,885 હતું. પેસેન્જર વાહનોનું વેચાણ ગયા વર્ષના ડિસેમ્બરની સરખામણીએ 50 ટકા વધ્યું છે.