ડિસેમ્બરમાં GSTની વસૂલાત 13 ટકા વધીને રૂ.-1.29 લાખ કરોડ

નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની વસૂલાત ડિસેમ્બર, 2021માં ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 13 ટકા વધીને રૂ. 1.29 લાખ કરોડને પાર થઈ છે, એમ નાણાં મંત્રાલયે માહિતી આપી હતી. ડિસેમ્બરમાં GST વસૂલાત નવેમ્બરમાં રૂ. 1.31 લાખ કરોડથી થોડી ઓછી હતી. ડિસેમ્બર, 2021માં સતત છઠ્ઠા મહિને સરકારની GSTનિ આવક રૂ. એક લાખ કરોથી વધુ રહી હતી. જોકે ડિસેમ્બર, 2021માં GST વસૂલાત રૂ. 1,29, 780 કરોડ રહી હતી, એમાં કેન્દ્રીય (CGST)નો હિસ્સો રૂ. 22,578 કરોડ રહી હતી. રાજ્ય GST (SGST)નો હિસ્સો રૂ. 28,658 કરોડ રહી હતી અને એકીકૃત GST (IGST)નો હિસ્સો રૂ. 69,155 કરોડ રહ્યો હતો. આ સિવાય એમાં રૂ. 9389 કરોડની પરોક્ષ કર (રૂ. 614 કરોડ) ચીજવસ્તુઓની આતાય પર વસૂલાત) પણ સામેલ છે.

ડિસેમ્બર, 2021માં GSTની આવક ગયા વર્ષના ડિસેમ્બરના રૂ. 1.15 લાખ કરોડથી 13 ટકા વધુ છે અને એ ડિસેમ્બર, 2019થી 26 ટકા વધુ છે.

ચાલુ નાણાકીય વર્ષમાં ત્રીજા ત્રિમાસિક (ઓક્ટોબર-ડિસેમ્બર)માં સરેરાશ GST આવક રૂ. 1.30 લાખ કરોડ પ્રતિ મહિને રહી હતી. પહેલા ત્રિમાસિકમાં એ રૂ. 1.10 લાખ કરોડ અને બીજા ત્રિમાસિકમાં રૂ. 1.15 લાખ કરોડ રહી હતી. મંત્રાલયે આશા વ્યક્ત કરી હતી કે 2021-22ના ચોથા ત્રિમાસિકમાં પણ GSTની આવકમાં વધારાનું વલણ જારી રહેશે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]