નવી દિલ્હીઃ ભારતીય શેરબજારમાં નેશનલ સ્ટોક એક્સચેંજ પર લિસ્ટેડ TCSએ આજે બજાર ખુલતાની સાથે પોતાના શેરનો ભાવ ઝડપી ઉછળ્યો હતો અને માર્કેટ કેપિટલાઈઝેશન અનુસાર 100 બિલિયન ડોલર ક્લબમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. તો આ સાથે જ ટીસીએસ પહેલી એવી ભારતીય કંપની બની ગઈ છે કે જે ખાસ ક્લબમાં સમાવિષ્ટ થઈ ગઈ છે.
આજે શેરબજાર પર ટ્રેડિંગના પહેલા 1 કલાક દરમિયાન ટીસીએસના શેર 4.41 ટકાના ઉછાળા સાથે આશરે 140 અંકોના ઉછાળા પર ટ્રેડ કરી રહ્યો હતો. શુક્રવારના રોજ બજાર બંધ થતા સમયે ટીસીએસના શેરનો ભાવ રૂપિયા 3,402ના સ્તર પર બંધ થયા હતા અને સોમવારે ટીસીએસના શેર રૂપિયા 3,424ના સ્તર પર ખુલ્યા હતા. પ્રથમ એક કલાકના ટ્રેડ દરમિયાન રૂપિયા 3,545ની સપાટીને પાર કરી ગયો હતો.
એનએસઈ આંકડાઓ અનુસાર પ્રથમ પંદર મીનિટના ટ્રેડિંગ બાદ ટીસીએસનો માર્કેટ કેપ 6,62,726.36 કરોડની સપાટીને પાર કરી ગયો. તો શુક્રવારના રોજ ટીસીએસના શેર્સ દ્વારા 40,000 રૂપિયાનો વધારો કંપનીની વેલ્યુએશનમાં કર્યો હતો અને એના જ કારણે કંપની આ ક્લબમાં સમાવિષ્ટ થઈ ગઈ છે.