આધાર મામલે સુપ્રીમે આપી રાહત, 31 માર્ચ સુધી મોબાઈલ નંબર લિંક થઈ શકશે

નવી દિલ્હીઃ કેંદ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર વિભિન્ન અધિસૂચનાઓના આધારને વિભિન્ન યોજનાઓ જેવી કે વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવતી પરીક્ષા, છાત્રવૃત્તિ,એચઆઈવી પીડિત લોકોના ઈલાજ માટે અનિવાર્ય બનાવવાની કોર્ટ વિરૂદ્ધ અંતિમ રાહતની માગ કરનારી ઘણીબધી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે સામાન્ય માણસને મોટી રાહત આપતા આધારને લિંક કરવાની ડેડલાઈન 31 માર્ચ સુધી વધારી દીધી છે.

આધાર વગર ખુલશે બેંક એકાઉન્ટ

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે નવા બેંક ખાતાઓ હવે આધાર કાર્ડ વગર ખુલી શકશે. જો કે બેંક ખાતાઓ ખોલાવવામાં માટે એ જણાવવું જરૂરી હશે તે અમે આધાર કાર્ડ બનાવવા માટે અરજી આપી દીધી છે.

સમગ્ર મામ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા પર પણ આ નિર્ણય લાગુ થશે. એટલે કે હવે મોબાઈલ નંબરને પણ આધાર સાથે લિંક કરવાની સમય મર્યાદા 31 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. આપને જણાવી દઈએ કે પહેલા આના માટે 6 ફેબ્રુઆરી સુધીની ડેડલાઈન નક્કી હતી.

સરકારે અત્યાર સુધી આધાર કાર્ડને અલગ અલગ યોજનાઓ સાથે જોડાણ કરવાને લઈને કુલ 139 જેટલી અધિસૂચનાઓ બહાર પાડી છે જેમાં મનરેગાથી લઈને પેન્શન યોજના અને પ્રોવિડંડ ફંડથી લઈને જનધન યોજના સુધીની યોજનાઓને આધાર સાથે જોડવાના નિર્દેશો આપવામાં આવ્યાં છે.