પનામા પેપર લીક મામલે ઈડી 46 ભારતીય કંપનીને ફેમા નોટિસ મોકલશે

અમદાવાદઃ ઈડી દ્વારા પનામા દસ્તાવેજ મામલે 45થી વધારે કંપનીઓને નોટિસ મોકલવામાં આવે તેવી શક્યતાઓ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફોરેક્સ લોના ઉલ્લંઘન માટે થઈને નોટિસ જાહેર કરવામાં આવી છે. એજન્સીએ જણાવ્યું કે આ લીક દસ્તાવેજોની સૂચિમાં ભારતીયોનું નામ આવ્યું છે તેમાંથી 46 લોકો વિરૂદ્ધ  ફેમા અંતર્ગત સંભવિત ઉલ્લંઘન માટે કાર્યવાહીનો મામલો બને છે.

કેન્દ્રીય તપાસ એજંસીએ જણાવ્યું કે તેઓ આવનારા થોડા સમયમાં જ કંપનીઓને નોટિસ મોકલશે. પ્રવર્તન નિર્દેશાલય પનામા દસ્તાવેજો પર તપાસ એજન્સીઓના મલ્ટિ-એજન્સી ગ્રુપના સભ્યો પૈકી જ છે. એજન્સી પોતાની આ કાર્યવાહી પર રીપોર્ટ સમિતિને સોપશે જે  આગળની સમીક્ષા માટે વડાપ્રધાન કાર્યાલય પર મોકલી આપશે.

ઈડીએ પહેલાં જ આ પ્રકારના મામલાઓને ફેમા કાયદા અંતર્ગત સંપત્તિઓને જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. નાણાંમંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ઈડીને આપવામાં આવેલા 46 મામલાઓમાંથી માત્ર થોડાક જ ગંભીર ઉલ્લંઘનો છે.