અમદાવાદઃ શેરબજારોમાં તેજીની આગેકૂચ થઈ હતી. વિદેશી રોકાણકારોની એકતરફી તાજી લેવાલી અને અમેરિકી શેરબજારોમાં મજબૂતીથી શેરબજારોએ રેકોર્ડ બનાવવાનો સિલસિલો સતત પાંચમા દિવસે જારી રહ્યો હતો, જેથી સેન્સેક્સે સૌપ્રથમ વાર 67,000ને પાર થયો હતો અને નિફ્ટીએ 19,850ની પાસે નવી ઓલટાઇમ ઊંચી સપાટી બનાવી હતી. રોકાણકારોની સંપત્તિમાં પણ આશરે રૂ. 1.5 લાખ કરોડની સંપત્તિ વધી હતી.
સ્થાનિક શેરબજારોમાં જોરદાર લેવાલીને પગલે BSE સેન્સેક્સ 302.30 પોઇન્ટ ઊછળી 67,097.44ના મથાળે બંધ થયો હતો. સેન્સેક્સે ઇન્ટ્રા-ડેમાં 67,171.38ના મથાળાની સપાટી સર કરી હતી, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 83.90 પોઇન્ટની તેજી સાથે 19,833.15ની સપાટીએ બંધ આવ્યો હતો. નિફ્ટીએ ઇન્ટ્રા-ડેમાં 19,851.70ના નવા ઓલટાઇમ ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ લેવાલી રહેતાં તેજી થઈ હતી.રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.6 લાખ કરોડનો વધારો
BSEમાં લિસ્ટેડ કંપનોનું કુલ માર્કેટ કેપ રૂ. 304.68 લાખ કરોડ પહોંચ્યું હતું, જે ગઈ કાલે રૂ. 303.08 લાખ કરોડના સ્તરે હતું. આમ માર્કેટ કેપમાં આશરે રૂ. 1.6 લાખ કરોડનો વધારો થયો હતો. એક્સચેન્જના ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ મંગળવારે રૂ. 2115.84 કરોડની ખરીદી કરી હતી.
BSE પર કુલ 3537 શેરોમાં ટ્રેડિંગ કામકાજ થયાં હતાં, એમાંતી 2010 શેરો તેજી સાથે બંધ થયાં હતાં, જ્યારે 1414 શેરોમાં ઘટાડો થયો હતો, જ્યારે 121 શેરો સપાટ બંધ રહ્યા હતા, જ્યારે 194 શેરોમાં ઉપલી સરકિટ અને 86 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.