મુંબઈ: સ્ટોક એક્સચેન્જના ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક નોંધણી વગરની સંસ્થાઓ અને અનિયંત્રિત ઈન્ટરનેટ આધારિત પ્લેટફોર્મ્સ ભોળા રોકાણકારોને તેમની રોકાણ યોજનાઓ/ ઉત્પાદનો પર ઊંચા/ અત્યંત ઊંચા વળતરનાં ખોટાં વચનો સાથે નિશાન બનાવી રહ્યા છે, એમ બીએસઈએ એક મીડિયા રિલીઝમાં જણાવ્યું હતું.
રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ માત્ર ‘સેબી’ રજિસ્ટર્ડ સ્ટોક બ્રોકર્સ સાથે જ વ્યવહાર કરે અને તેઓ જે સંસ્થા સાથે કામ કરી રહ્યા છે તેની નોંધણી વિગતો તપાસે કારણ કે તે હસ્તી વિરુદ્ધ નિયમનકારી કાર્યવાહી થઈ શકે છે.
એક્સચેંજ દ્રારા એવું પણ કહેવાયું છે કે સંકેત/ખાતરી/ખાતરીપૂર્વકના વળતરની કોઈ પણ વ્યવસ્થા/કરાર હેઠળ શેરદલાલને ભંડોળ અથવા સિક્યોરિટીઝ ટ્રાન્સફર ન કરો. તેમ જ મોટા નફાનું વચન આપતા શેરો/ સિક્યોરિટીઝમાં વેપાર કરવા માટે લલચાવતા ઇમેઇલ્સ અને એસએમએસ મોકલતા છેતરપીંડી કરનારાઓનાં શિકાર ન બને અથવા નોંધણી વગરની યોજનાઓ/ પ્રોડક્ટ્સમાં વ્યવહાર ન કરે.