SBI એ ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજમાં કર્યો ધરખમ ઘટાડો

મુંબઈઃ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI) એ MCLR આધારિત લોન સસ્તી કરી દીધી છે. તમામ સમય ગાળા માટે MCLR આધારિત લોન પર વ્યાજમાં 5 બેસિસ પોઈન્ટ્સ (0.5 ટકા)નો ઘટાડો કરવામાં આવ્યો છે. સાથે જ બેંકે ડિપોઝિટ પર મળતા વ્યાજમાં પણ ધરખમ ઘટાડો કરતા 15થી 75 બેસિસ પોઈન્ટ ઘટાડી દીધા છે. લોન અને FDના નવા વ્યાજ દર 10 નવેમ્બરથી લાગુ પડશે.

ચાલુ નાણાંકીય વર્ષમાં 7મી વખત બેંકે લોન સસ્તી કરી છે. એક સ્ટેટમેન્ટમાં બેંકે કહ્યું કે આ કપાતથી લોન માટે MCLR 8 ટકા પર આવી જશે. આ લેન્ડિંગ રેટથી બેંકની મોટા ભાગની લોન લિંક્ડ છે.

બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ પર પણ વ્યાજ ઘટાડ્યું છે. 1 વર્ષથી વધારે અને 2 વર્ષથી ઓછી ડિપોઝિટ પર મળતા વ્યાજમાં 0.15 ટકાનો ઘટાડો કર્યો છે. બલ્ક ટર્મ ડિપોઝિટને જુદા જુદા ગાળા માટે 35થી 75 બેસિસ પોઈન્ટ સુધી ઘટાડી દીધી છે.