ગુડ-ન્યૂઝઃ આજથી ઘરભાડા પર જીએસટી નહીં લાગે

મુંબઈઃ આજે 1 જાન્યુઆરી, 2023થી રજિસ્ટર્ડ નિવાસી ફ્લેટ ભાડે આપવા પર પ્રોપર્ટી માલિકે કોઈ પ્રકારનો ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) ચૂકવવો નહીં પડે. જોકે આ સુવિધા તો જ ઉપલબ્ધ થશે જો પ્રોપર્ટીનો ઉપયોગ વ્યક્તિગત ધોરણે નિવાસી ઉપયોગ માટે જ કરાશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ વિભાગે આપેલી માહિતી અનુસાર, જો કોઈ પ્રોપર્ટી માલિકે તેની જગ્યા કોઈ વ્યક્તિને રહેવાના ઉપયોગ માટે આપી હશે તો એણે 1 જાન્યુઆરી, 2023થી જીએસટી ચૂકવવો નહીં પડે. એ શરતે કે તે પ્રોપર્ટી વ્યક્તિને માત્ર રહેવાના કારણસર જ આપવામાં આવી હોવી જોઈએ. તદુપરાંત, જો પ્રોપર્ટીનો ઉપયોગ ઓનરશિપ માટે કરવામાં આવતો હશે તો તેના માલિકે રિવર્સ ચાર્જ યંત્રણાના આધારે 18 ટકાના દરે જીએસટી ચૂકવવો પડશે.