મુંબઈ: બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 350મી કંપની શ્રી વેંકટેશ રિફાઈનરીઝ લિમિટેડ લિસ્ટ થઈ છે. શ્રી વેંકટેશ રિફાઈનરીઝે રૂ.10ની મૂળ કિંમતના 29.28 લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.40ની કિંમતે ઓફર કરી રૂ.11.71 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 1 ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
શ્રી વેંકટેશ રિફાઈનરીઝ મહારાષ્ટ્ર સ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ જલગાંવમાં છે. કંપની ખાદ્ય તેલો, મુખ્યત્વે સોયાબીન અને કપાસિયા તેલના રિફાઈનિંગ અને જાળવણીનું કામકાજ કરે છે. એ ઉપરાંત કંપની આ તેલો અને પામ તેલનું ટ્રેડિંગ કરે છે.
