મુંબઈઃ સતત તૂટતા અને તોફાની વધઘટવાળા (વોલેટાઈલ) શેરબજારના સંજોગોને ધ્યાનમાં રાખીને નિયમન સંસ્થા ‘સેબી’એ શુક્રવારે એક મહત્ત્વના નિર્ણયમાં શોર્ટ સેલ્સ (ખોટા વેચાણ-અર્થાત શેર હાથ પર ન હોય છતાં વેચાણ કરવું) પર મર્યાદિત અંકૂશ મૂક્યા છે.
આ બાબત ફ્યુચર્સ-ઓપ્શન્સ (ડેરિવેટીવ્ઝ સેગમેન્ટ)માં પણ લાગુ થશે. આને કારણે ઈરાદાપૂર્વક મંદીનો ગેરલાભ લેવા શોર્ટ સેલ્સ કરતા સટોડિયા વર્ગ પર અંકુશ આવી શકશે.
આ નિયમ ફોરેન ઈન્વેસ્ટરોને પણ લાગુ થશે. આને પરિણામે બજારના ઘટાડાને સ્પીડ બ્રેકર લાગી શકવાની અશા રાખી શકાય. કમસે કમ સોમવારથી આની અસર જોવા મળી શકે.
અહીં એ નોંધવું જરૂરી છે કે અન્ય કેટલાંક દેશોના બજારોમાં નિયમન સંસ્થાઓએ શોર્ટ સેલ્સ પર અમુક દિવસો પહેલાં જ અંકૂશ મૂકી દીધા હતા.
સેબીએ આ સાથે ડેરિવેટિવ્ઝમાં ઓપન ઈન્ટરેસ્ટ (ઊભા ઓળીયા) પર પણ મર્યાદા મૂકી દીધી છે. આની અસર આગામી સપ્તાહમાં જોવા મળી શકે.