SBIએ ઈન્ડિયા આઈએનએક્સ પર બોન્ડ્સ ઈશ્યુ મારફત $75 કરોડ એકત્ર કર્યા

મુંબઈ તા.29 મે, 2023: દેશની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ તેના 10 અબજ યુએસ ડોલરના મિડીયમ ટર્મ નોટ (એમટીએન) પ્રોગ્રામ હેઠળ આઈએનએક્સ ઈન્ડિયા પર 75 કરોડ યુએસ ડોલર બોન્ડ્સ ઈશ્યુ દ્વારા એકત્ર કર્યા છે. બેન્કના દરિયાપારના વેપારને વધારવા માટે આ બોન્ડ્સ એસબીઆઈની લંડન બ્રાન્ચ મારફત ઈશ્યુ કરવામાં આવ્યાં હતાં.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના 75 કરોડ યુએસ ડોલરના બોન્ડ્સ ઈશ્યુના ઈન્ડિયા આઈએનએક્સમાં લિસ્ટિંગ પ્રસંગે (ડાબેથી જમણે) સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ચેરમેન દિનેશ ખારા, ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટીના ચેરપર્સન ઈંજેતી શ્રીનિવાસ, બીએસઈના એમડી અને સીઈઓ સુંદરરમણ રામમૂર્તિ અને ઈન્ડિયા આઈએનએક્સના ચીફ બિઝનેસ ઓપરેશન્સ એન્ડ લિસ્ટિંગ અરુણકુમાર ગણેશન.

આ પ્રસંગે આઈએફએસસીએના ચેરપર્સન ઈંજેતી શ્રીનિવાસે કહ્યું, એસબીઆઈએ તેનાં 75 કરોડ યુએસ ડ઼ોલરનાં બોન્ડ્સ ઈન્ડિયા આઈએનએક્સ પર લિસ્ટ કર્યાં એનો અમને આનંદ છે. આ દર્શાવે છે કે ગિફ્ટ આઈએફએસસી ભારતીય કંપનીઓ માટે વિદેશી મૂડી એકત્ર કરવા માટેનું પસંદગીપાત્ર સ્થળ બની રહ્યું છે. એસબીઆઈએ ગિફ્ટ આઈએફએસસીમાં દક્ષિણ એશિયા વિસ્તાર માટે રિજનલ હેડ ઓફિસ ખોલવા સહિતનાં અન્ય પગલાં લીધાં છે એનાથી અમે પ્રભાવિત છીએ.

એસબીઆઈના ચેરમેન દિનેશ ખારાએ કહ્યું, આ ઈશ્યુને મળેલી સફળતા એ દર્શાવે છે કે એસબીઆઈએ વિદેશની મૂડીબજારોમાં રોકાણકારોનો મજબૂત બેઝ તૈયાર કર્યો છે. ઈશ્યુને સારો પ્રતિસાદ મળ્યો છે અને તેમાં વિશ્વના મોટા રોકાણકારોએ ભાગ લીધો છે.

એસબીઆઈના બોન્ડ્સના લિસ્ટિંગ પ્રસંગે બીએસઈના એમડી અને સીઈઓ સુંદરરમણ રામમૂર્તિએ એસબીઆઈને અભિનંદન આપતાં કહ્યું, એસબીઆઈના વધુ એક બોન્ડ ઈશ્યુના લિસ્ટિંગનો અમને આનંદ છે. ઈન્ડિયા આઈએનએક્સમાં એમટીએનનો જાન્યુઆરી 2018થી પ્રારંભ કરાયો ત્યારથી અત્યાર સુધીમાં 72 અબજ યુએસ ડોલરથી અધિકના એમટીએન પ્રોગ્રામ્સ હેઠળ 52 અબજ ડોલરનાં બોન્ડ્સ લિસ્ટ થયાં છે. એસબીઆઈ અને ઈન્ડિયા આઈએનએક્સ વચ્ચેનો સંબંધ મજબૂત છે અને ભવિષ્યમાં તે વધુ ગાઢ બનશે.