SBIએ 1200 બ્રાંચના નામ-IFSC કોડ બદલ્યાં, અમદાવાદની આ શાખા પણ શામેલ

નવી દિલ્હીઃ ભારતીય સ્ટેટ બેંકની 1200થી વધારે બ્રાંચના નામ કોડ અને આઈએફસી કોડને બદલવામાં આવ્યા છે. આમાં એ બેંકોની બ્રાંચનો પણ સમાવેશ થાય છે જેને થોડા સમય પહેલાં ભારતીય સ્ટેટબેંકમાં ભેળવી દેવામાં આવી હતી. બેંકોએ પોતાની સાઈટ પર એ બ્રાંચોનું આખું લિસ્ટ મૂક્યું છે જેના આઈએફએસસી કોડ અને નામો બદલવામાં આવ્યા છે. આમાં મુંબઈ, દિલ્હી,બેંગ્લુરૂ, ચંદીગઢ, અમદાવાદ, જયપુર, કોલકત્તા, ચેન્નઈ, હૈદરાબાદ, પટણા અને ભોપાલ સહિતની બ્રાંચનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે દિલ્હીની આઈએફઆઈસી ટાવરની બ્રાંચનું નામ બદલવામાં આવ્યું છે. હવે તેનું નામ નહેરૂ પ્લેસ બ્રાંચ રાખવામાં આવ્યું છે. સાથે જ આ બેંકનો બ્રાંચ કોડ પણ બદલી દેવામાં આવ્યો છે. પહેલા તેનો કોડ 04688 હતો જે હવે બદલાઈને 32602 થઈ ગયો છે.

તો તેનો IFSC કોડ પણ હવે બદલાઈને SBIN04688 થઈ ગયો છે. પહેલાં આ કોડ SBIN32602 હતો. ગ્રાહક તરીકે આપને બેંકની જાણકારી ઘણી જગ્યાએ આપવાની હોય છે. આમા સૌથી મહત્વનો IFSC કોડ હોય છે આ કોડ વગર તમે ક્યાંયથી પણ ફંડ ટ્રાંસફર કરી શકતા નથી. આવી જ રીતે અમદાવાદની પણ એક બ્રાંચને હવે એક અલગ નામ આપી દેવામાં આવ્યું છે અને તેનો બ્રાંચ કોડ 488 કરી દેવામાં આવ્યો છે. પહેલા આનો બ્રાંચ કોડ 2649 હતો. આવી જ રીતે તેનો IFSC કોડ બદલીને SBIN00488 રાખવામાં આવ્યો છે જે પહેલા SBIN02649 હતો.