મુંબઈઃ સેમસંગ કંપનીએ તેનાં બે નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન – ‘ગેલેક્સી Z Flip4’ અને ‘ગેલેક્સી Z Fold4’ ભારતમાં લોન્ચ કર્યા છે અને તેને જોરદાર પ્રતિસાદ મળ્યો છે. આ ફોનના તેને વિક્રમસર્જક કહેવાય એવા એક લાખથી વધારે પ્રી-બુકિંગ ઓર્ડર મળ્યા છે.
પ્રી-બુકિંગની મુદત તો હવે પૂરી થઈ ગઈ છે, પરંતુ ભારતમાંના ગ્રાહકો આ બંને ફોન Samsung.com તથા તમામ અગ્રગણ્ય ઓનલાઈન તેમજ ઓફ્ફલાઈન રીટેલ સ્ટોર્સમાંથી ખરીદી શકે છે. ઉલ્લેખનીય છે કે સેમસંગ કંપની દર વર્ષે નવી આવૃત્તિના ફોલ્ડેબલ્સ લોન્ચ કરે છે. નવા ફોલ્ડેબલ ફોન ચોથી આવૃત્તિના છે.
ભારતમાં બોરા પર્પલ, ગ્રેફાઈટ અને ગુલાબી સોનેરી રંગના ગેલેક્સી Z Flip4 ફોન રૂ.89,999 (8જીબી પ્લસ 128જીબી) અને રૂ.94,999 (8જીબી પ્લસ 256 જીબી)માં ઉપલબ્ધ છે.
જ્યારે ગેલેક્સી Z Fold4 ફોન ગ્રે-ગ્રીન, બેઈજ અને ફેન્ટમ બ્લેક રંગોમાં ઉપલબ્ધ છે. તેની કિંમત છે રૂ.1,54,999 (12 જીબી પ્લસ 256 જીબી) અને રૂ.1,64,999 (12 જીબી પ્લસ 512 જીબી).