S & Pએ ભારતનું રેટિંગ વધાર્યું નહીં, આઉટલૂક સ્ટેબલ

નવી દિલ્હી– ગ્લોબલ રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે આ વખતે ભારતના રેટિંગમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે ભારતનું રેટિંગ BBB- યથાવત રાખ્યું છે, અને આઉટલૂકને સ્ટેબલ રાખ્યું છે. જો કે એસ એન્ડ પીએ આશા દર્શાવી છે કે આગામી સમય ભારતીય અર્થવ્યવસ્થા માટે સારો છે.શુક્રવારે જાહેર થયેલ રીપોર્ટ અનુસાર 2018-2020ની વચ્ચે અર્થતંત્રમાં સુધારો થશે. તેમજ એ પણ કહેવાયું છે કે વિદેશી હૂંડિયામણની અનામતમાં વધારો થશે. 13 વર્ષ પછી મૂડીઝ દ્વારા રેટિંગમાં સુધારો કરવાથી સરકારને આશા હતી કે એસ એન્ડ પી પણ રેટિંગમાં સુધારો કરશે.

રેટિંગમાં ફેરફાર નહી થવાથી સરકારની સાથે રોકાણકારોને પણ ઝટકો વાગ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 7 દિવસથી સ્ટોક માર્કેટમાં તેજીની આગેકૂચ રહી છે. એસ એન્ડ પીએ અહેવાલમાં ટાંકયું છે કે નાણાકીય ખાદ્ય, પ્રતિ વ્યક્તિ આવકનો દર અને સરકારનું વધેલ દેવાને આ સૉવરેન રેટિંગ પ્રોફાઈલથી દૂર રાખવામાં આવ્યું છે. જો કે નાણાકીય અંતર ધારણા મુજબ છે. જો કે રેટિંગ એજન્સીએ સરકારના સુધારાવાદી પગલાને પોઝિટિવ ગણાવ્યા છે. એસ એન્ડ પીએ કહ્યું છે કે ભારતનો જીડીપી ગ્રોથ આગામી 2-3 વર્ષોમાં મજબૂત રહેશે.