…જો આમ થશે તોઃ મોદી શાસનનો અંત ભાખતાં વિદેશી આર્થિક નિષ્ણાત

અમદાવાદ– ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે જેમ રાજકીય નિષ્ણાતો ક્યાસો લગાવી રહ્યાં છે તેમ વૈશ્વિક સ્તર પર પણ આ પ્રાદેશિક ચૂંટણી નોંધપાત્ર બની રહી છે. માર્કેટ એક્સપર્ટ્સ પીએમ મોદી માટે આ ચૂંટણીનું ખાસ વિશ્લેષણ કરી રહ્યાં છે. જેમાં એક છે જાણીતાં માર્કેટ એક્સપર્ટ ક્રિસ્ટોફર વૂડ.

ગૃહરાજ્ય ગુજરાતમાં ચૂંટણી જીતવી પીએમ મોદી માટે મોટો પડકાર હોવાનું વૂડે જણાવ્યું છે કે. પીએમને ચેતવણીના સૂરમાં તેમણે કહ્યું કે જો ગુજરાતમાં ભાજપ હારે તો પીએમ મોદી માટે વોટરલૂ બની શકે છે. ગુજરાતમાં હારને તેમણે મોદીના શાશનના અંતનો સંકેત ગણાવી છે.પોતાના ગ્રાહકોને લખેલા પત્રમાં વૂડે જણાવ્યું કે ભાજપના જીતવાના ચાન્સ વધારે છે પણ પહેલાં કરતાં બેઠકો ઘટે તેવી શક્યતા છે. બિઝનેસ સમુદાય એવું માને છે કે નોટબંધી અને જીએસટીથી નારાજ થઇ ભાજપથી છેડો ફાડશે ત્યાં વૂડનું માનવું છે કે કોંગ્રેસે જીએસટી અને નોટબંધીને મુદ્દા બનાવીને રાજનીતિક ભૂલ કરી છે. કોંગ્રેસે સ્થાનિક મુદ્દા પર ચૂંટણી લડવી જોઇતી હતી.આમ રાહુલ ગાંધીથી પણ ક્રિસ્ટોફર વૂડ નિરાશ છે.

વૂડે જણાવ્યું કે રોકાણકારોએ દીર્ઘકાલીન ફાયદો જોવો જોઇએ. અલ્પકાલીન સમસ્યાઓ નહીં. નાના વેપારીઓની નોટબંધીની સમસ્યાઓ છતાં તેમની વચ્ચે પીએમ મોદીની લોકપ્રિયતા અકબંધ છે. આ જોઇને જ મોદીની ટીમ જોબ ક્રિએશન પર કામ કરી રહી છે. 2019 પહેલાં સરકારની કોશિશ જોબસેક્ટર સુધારવાની છે.

ક્રિસ્ટોફર વૂડનું માનવું છે કે આગલા 18 માસમાં તેજી આવશે. જોબ સેક્ટર પર ધ્યાન છે પરંતુ મોદી સરકારનું ફોક્સ રસ્તાઓ, એફોર્ડેબલ હાઉસિંગ અને ટેક્સટાઇલ્સ પર છે. સપ્ટેમ્બરમાં રેરા લાગુ થવાથી રીયલ એસ્ટેટમાં વેચાણ અને નફામાં ઘટાડો નોંઘાયો છે. પરંતુ આગામી 12થી 18 મહિનામાં એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટમાં સકારાત્મક પ્રભાવ જણાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]