મુંબઈ – મહાનગરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં અગ્રગણ્ય ડેવલપર્સ કંપનીઓમાંની એક, રૂપારેલ રિયાલ્ટીએ વીતેલા ત્રણ દાયકામાં વેચાણમાં પ્રભાવક સફળતા હાંસલ કરી છે. એણે 1,350 ફ્લેટ્સ વેચીને રૂ. 1,000 કરોડનું કામકાજ કર્યું છે.
રૂપારેલ રિયાલ્ટીએ કાંદિવલી (વેસ્ટ) ઉપનગરમાં રૂપારેલ ઓપ્ટિમા પ્રોજેક્ટમાં ટાવર 3 લોન્ચ કર્યો હતો. આ ટાવર વાજબી હાઉસિંગ સેગ્મેન્ટમાં છે. ગ્રાહકો તરફથી એને જોરદાર સફળતા પ્રાપ્ત થઈ છે અને તેના 375 યુનિટ્સ વેચાઈ ગયા છે. માત્ર 95 બાકી છે. દરમિયાન, એના લક્ઝરી પ્રોજેક્ટ – રૂપારેલ પેલેસિયોમાં માત્ર 9 દિવસમાં જ 50 ટકા ફ્લેટ્સ વેચાઈ ગયા હતા. અન્ય પ્રોજેક્ટ્સ – સ્કાઈ ગ્રીન્સ અને ઓપ્ટિમા ટાવર 1 અને 2માં પણ આવો જ પ્રતિસાદ મળ્યો છે. આ પ્રોજેક્ટ આ વર્ષના એપ્રિલમાં શરૂ કરવામાં આવ્યા હતા.
રૂપારેલ રિયાલ્ટીના મેનેજિંગ ડાયરેક્ટર અમિત રૂપારેલનું કહેવું છે કે આગામી મહિનાઓમાં અમને અમારા પ્રોજેક્ટ્સમાં સારો પ્રતિસાદ મળવાની આશા છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આમ તો મંદી ચાલે છે, પણ અમે માનવ જરૂરિયાતોને અનુરૂપ ઘરો બનાવ્યા છે અને તેને કારણે જ એને ગ્રાહકો તરફથી સરસ પ્રતિસાદ મળ્યો છે. વાજબી કિંમતવાળા 1BHkવાળા ફ્લેટ્સના વેચાણમાં ઉછાળો આવ્યો છે. અમે ઓપ્ટિમા પ્રોજેક્ટમાં 80 ટકા ફ્લેટ્સ વેચી શક્યા છીએ.
રૂપારેલે કહ્યું કે, સરકારે છેલ્લા એક વર્ષમાં હાથ ધરેલા રેગ્યૂલેટરી પગલાંને કારણે રિયલ એસ્ટેટ સેક્ટરમાં સકારાત્મક અસરો જોવા મળી રહી છે. અમને આશા છે કે આ સેક્ટર વિકાસ પામશે. અમે આવતા વર્ષમાં વધુ પ્રોજેક્ટ લોન્ચ કરવા ધારીએ છીએ.
રૂપારેલ રિયાલ્ટી હાલ મુંબઈ અને નવી મુંબઈમાં 30 લાખ સ્ક્વેર ફીટથી વધુના એરિયામાં રહેણાંક અને કમર્શિયલ પ્રોજેક્ટ્સ બાંધે છે.
રૂપારેલ પેલેસિયો પ્રોજેક્ટમાં દરેક માળ પર બે ફ્લેટ છે અને દરેક ફ્લેટની પ્રાઈવેટ એલિવેટર આપવામાં આવેલી છે. આમ, દરેક ફ્લેટધારકોની પ્રાઈવસી જળવાય છે. આ પ્રોજેક્ટમાં 799 સ્ક્વેર ફીટ અને 935 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયાવાળા બે તથા ત્રણ બેડરૂમ-હોલ-કીચન ફ્લેટ્સ છે, જેની કિંમત રૂ. 1 કરોડ 73 લાખથી શરૂ થાય છે.