આરકોમના 4જી સ્પેક્ટ્રમ પર જિઓની નજર

નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ ઈન્ફોકોમ હવે એસએસટીએલનું મર્જર કરવાથી રિલાયન્સ કમ્યુનિકેશન્સને સાત મહત્વપૂર્ણ માર્કેટમાં 850 Mhz બેન્ડમાં મળેલા 4જી સ્પેક્ટ્રમને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી શકે છે. જો કે આવું તે ત્યારે કરી શકશે કે જ્યારે ટેલિકોમ સેક્ટરમાં રેગ્યુલેટર ટ્રાઈની સ્પેક્ટ્રમની મર્યાદા પર છૂટ આપવની ભલામણને સરકારની મંજૂરી મળી જશે.

આ સેક્ટરના એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે તો દિલ્હી, કલકત્તા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં એસએસટીએલના 850 MHz બેંડમાં 4જી સ્પેક્ટ્રમ જિઓ માટે ફાયદાકારક હશે, કારણકે આ સ્પેક્ટ્રમ નાણાકીય વર્ષ 2033 સુધી માન્ય છે અને આ સર્કલમાં આરકોમના વધારે સ્પેક્ટ્રમ ચાર વર્ષમાં સમાપ્ત થાય છે. એનાલીસ્ટને જીઓ દ્વારા મહારાષ્ટ્ર, પંજાબ અને આંધ્રપ્રદેશમાં આરકોમના 4જી સ્પેક્ટ્રમને નિશાન બનાવવાની પણ આશાઓ છે. કારણકે  સર્કલમાં એસએસટીએલ પાસે કોઈ જ 800 MHz નથી.