ચીની બેંક સીડીબીએ આરકોમ સામે નાદારી ફરિયાદ દાખલ કરી, ટેકઓવરનો ઇરાદો

મુંબઈ-અનિલ અંબાણીની રીલાયન્સ કોમ્યૂનિકેશન સામે બેન્કરપ્સીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ ચાઇના ડેવલપમેન્ટ બેંક-સીબીડીએ નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલમાં દાખલ કરી છે. સીબીડીએ આરકોમને લગભગ 125 અબજ રુપિયાની લોન આપી હતી.સીડીબીએ આરકોમ સામે 24 નવેમ્બરે ફરિયાદ દાખલ કરી છે. સીબીડી તરફથી મુંબઇ હાઇકોર્ટના વરિષ્ઠ વકીલ દારિસ ખંભાતા કેસ લડશે, જ્યારે અભિલાષ લાલ ઇન્ડિપેન્ડન્ટ રેઝોલ્યૂશન પ્રોફેશનલ રહેશે અને કંપની ટેકઓવર કરવા માટે અલ્વારેઝ એન્ડ માર્શલ એડવાઇઝર રહેશે.

આરકોમે આ મામલો પતાવવા માટે નવી મુંબઇમાં ધીરુભાઇ અંબાણી નોલેજ સિટીની પોતાની જમીનના ડેવલપમેન્ટમાં ઇક્વિટી પ્રપોઝલ આપી હતી. જોકે આરકોમે તેમને એનસીએલટી તરફથી સીબીડીએ કરેલી ફરિયાદ મુદ્દે કોઇ નોટિસ મળી હોવાનો ઇનકાર કર્યો છે. તેમ જ જણાવ્યું હતું કે સીબીડી એસડીઆર પ્રોસેસમાં જેએલએફ સાથે કામ કરી રહી છે, જેમાં સીબીડી પણ ભાગ લઇ રહી છે. તેથી સીડીબી તરફથી ફરિયાદ દાખલ કરવાના પહલાંથી તેને આશ્ચર્ય થયું છે. આરકોમે આશા જતાવી હતી કે સીડીબી સહિતના બધાં લેન્ડર્સ સાથે મળીને ઉકેલ શોધી લેશે.સીડીબીએ કોર્ટ બહાર આ મામલાની સમજૂતી કરવાની શક્યતા ફરિયાદમાં જ નકારી દીધી છે. સીબીડીએ લીધેલાં આ પગલાંથી આરકોમની ભારતીય બેંકો સાથેની સ્ટ્રેટેજિક ડેટ રીકન્સ્ટ્રક્ચિગ પર અસર પડવાની શંકા વ્યકત કરવામાં આવી છે.