બિટકોઈનઃ 7 વર્ષમાં 1 લાખ રૂપિયા થયાં 625 કરોડ

નવી દિલ્હીઃ બિટકોઈન પર ભલે સરકાર પોતાનું સ્ટેન્ડ સુનિશ્ચિત ન કરી શકી હોય પરંતુ ક્રિપ્ટોકરંસી પર રોકાણ કરનારા લોકો ઘણો નફો મેળવી રહ્યાં છે. નવેમ્બર 2010માં બિટકોઈન પર 1 લાખ રૂપિયા ઈન્વેસ્ટ કરનારા લોકો, 7 વર્ષમાં જ તેને 625 કરોડ રૂપિયા બનાવી ચૂક્યાં છે. વૈશ્વિક બજારોમાં 10 હજાર ડોલરના આંકડાથી થોડાક જ ડોલર ઓછો છે. નવેમ્બર 2010માં બિટકોઈનની કીંમત 0.22 ડોલર હતી જે અત્યારે 9 હજાર 650 ડોલર એટલે કે 6.22 લાખ રૂપીયા થઈ ચૂકી છે. ડોલરના આધારે 7 વર્ષમાં બિટકોઈનમાં 43,86,264 ટકા જેટલો વધારો થયો છે.

અત્યારે કુલ 1.7 કરોડ બિટકોઈન્સ છે. વિશેષજ્ઞોનું માનીએ તો જો બિટકોઈનને અપનાવી લેવામાં આવે તો આની કીંમતમાં ચોક્કસપણે વધારો થશે કારણ કે આનો સપ્લાય સીમિત છે. બિટકોઈન્સના સીમિત સપ્લાયથી આના નેચરનો અંદાજો લગાવવો સરળ બની જાય છે. ડિઝાઈનર્સ દ્વારા આપવામાં આવેલું આ શાનદાર ફીચર છે.

હકીકતમાં બિટકોઈન ઓનલાઈન વર્ચ્યુઅલ કરંસી છે. જો કે આના કોઈ દસ્તાવેજો હોતા નથી. વર્ચ્યુઅલ કરંસી ખરીદવા માટે એક એપ્લીકેશન ડાઉનલોડ કરવાની હોય છે. એપ દ્વારા તમે પોતાના ખાતામાંથી પૈસા ચુકવીને આ વર્ચ્યુઅલ કરંસી ખરીદી શકો છે. અને જો તમારે આ કરંસી વેચવી પણ હોય તો પણ તમે આ એપ્લીકેશન દ્વારા જ તેને વેચી શકો છો. ભારતમાં ઘણી વોલેટ કંપનીઓ વર્ચ્યુઅલ કરંસી ખરીદવા માટે પોતાનું પ્લેટફોર્મ ઉપ્લબ્ધ કરાવે છે. જો કે વર્ચ્યુઅલ કરંસીને ન તો સરકાર અને ન તો રીઝર્વ બેંક દ્વારા કોઈ માન્યતા પ્રાપ્ત થઈ છે.