મુંબઈઃ ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો 43 ટકા વધીને રૂ. 13,680 કરોડ રહ્યો હતો, જે આ પહેલાંના જૂન ત્રિમાસિકમાં કંપનીએ રૂ. 12273 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કંપનીની આવક રૂ. 1.67 લાખ કરોડ રહી હતી, જેમાં 50 ટકાનો વધારો થયો હતો. જોકે આ પહેલા ત્રિમાસિકમાં રૂ. 1.40 લાખ કરોડ રહી હતી. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે નાણાં વર્ષ 2022ના બીજા ત્રિમાસિક કંપનીએ પ્રોત્સાહક કામગીરી કરી છે.
કંપનીએ સોલર એનર્જી ક્ષેત્રે અનેક કરાર કર્યા છે. જુલાઈથી અત્યાર સુધી કંપનીનો શેર 24 ટકા ઊછળ્યો છે અને માર્કેટ કેપ આશરે 18.3 લાખ કરોડે પહોંચ્યું છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ની ટેલિકોમ પાંખ રિલાયન્સ જિયોનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો રૂ. 3528 કરોડ રહ્યો છે. આ પહેલાં જૂન ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. રૂ. 3501 કરોડ નોંધાયો હતો. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કંપનીની આવક રૂ. 18,735 કરોડ થઈ હતી. આ પહેલાં કંપનીની જૂન ત્રિમાસિક ગાળામાં આવક રૂ. 17,994 કરોડ રહી હતી. સપ્ટેમ્બર ત્રિમાસિક કંપનીનો EBITDA રૂ. 8989 કરોડ હતો. કંપનીનું આ દરમ્યાન માર્જિન 48 ટકા હતું.
સપ્ટેમ્બર, 2021 ત્રિમાસિકમાં જિયોની યુઝર્સદીઠ સરેરાશ આવક –ARPU પ્રતિ મહિને રૂ. 143.6 હતી, આ ત્રિમાસિકમાં કુલ ડેટા ટ્રેફિક ત્રિમાસિક ધોરણેને આધારે 50.9 ટકા વધીને 23 અબજ GB રહી હતી.
30 સપ્ટેમ્બર, 2021 સુધી જિયોના કુલ ગ્રાહકોની સંખ્યા 42.95 કરોડ યુઝર્સ હતા. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 2.38 કરોડ નવા યુઝર્સ જોડાયા હતા.
જિયો અને ગૂગલ મળીને JioPhone Next પર કામ કરી રહ્યા છે. દિવાળીથી પહેલાં એ ફોન લોન્ચ થવાનો છે. એ વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન હશે.
માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સે બીજા ત્રિમાસિક પરિણામો જાહેર કર્યાં છે. કંપનીએ બીજા ત્રિમાસિકમાં કંપનીએ રૂ. 13,680 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. કંપનીનો જૂન ત્રિમાસિકમાં ચોખ્ખો નફો રૂ. 12,273 કરોડ નોંધાવ્યો હતો.