રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 41મી એજીએમ, JioGigaFiberની ધમાકેદાર જાહેરાત

મુંબઈ- ટેલીકોમ માર્કેટમાં ઉથલપાથલ મચાવી દેનાર રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 41મી એજીએમ યોજાઇ છે. ત્યારે યાદ અપાવીએ કે ગત વર્ષે આજના દિવસે જ જિઓ બજારમાં રજૂ કરવામાં આવ્યું હતું. આજની એજીએમમાં પણ ધમાકેદાર રજૂઆત થઇ છે. આજની એજીએમમાં જિઓ ફાઈબરની પેશકશ મોટી જાહેરાત છે.કંપની ચેરમેન મૂકેશ અંબાણી અને તેમના પુત્ર આકાશ અને પુત્રી ઇશા સાથે આ જાહેરાત કરી હતી. પાછલાં બે વર્ષથી એજીએમ દરમિયાન એવી જાહેરાત થતી રહે છે જેનાથી સમગ્ર ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝ પર અસર પડે છે. આ દરમિયાન કસ્ટમર્સને અનેક ઓફર્સ અને સર્વિસીસ મળે છે. આજે પણ જિઓના ગ્રાહકોને નવી સર્વિસીસ અને પ્રોડક્ટ માટે મોટી જાહેરાત મળી છે.

JioGigaFiber FTTH

કંપની આ સર્વિસનું એલાન કર્યું હતું. જેના દ્વારા જિઓ ફાઈબર 100Mbps ઇન્ટરનેટ સ્પીડ આપી શકે છે. શરુઆતના તબક્કે તેની શરુઆત પસંદગીના શહેરોમાં રહેશે. આ સર્વિસનું ટેસ્ટિંગ પહેલાંથી થઇ રહ્યું છે પરંતુ તેના કોઇ પ્લાન કે ટેરિફ બહાર આવ્યાં ન હતાં. ત્યારે એજીએમમાં તેની જાહેરાત થઇ છે.

–     રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 41મી એજીએમ
–      રીલાયન્સે કરી JioGigafiber નેટવર્કની જાહેરાત
–      ફાઈબર કનેકટિવીટી માટે રૂપિયા 2.5 લાખ કરોડનું રોકાણ કર્યું છે.
–      ફાઈબર કનેકટિવીટી માટે 24 કલાક ઈમરજન્સી હેલ્પલાઈન સુવિધા રહેશે
–      સસ્તા દર ફાઈબર કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવાશે
–      ફિક્સ્ડ લાઈન બ્રોડબેન્ડમાં ટોપ 5 માં રહીશું
–      રીલાયન્સ જિઓ પાસે હાલ 22 કરોડ ગ્રાહકો છે
–      દરેક જિલ્લા અને દરેક ગામ સુધી જિઓ પહોંચાડવાનું લક્ષ્ય
–      જિઓ ફોનમાં હવે વ્હોટસઅપ, યુ ટયૂબ અને ફેસબૂક ઉપલબ્ધ હશે
–      જિઓને દેશની 99 ટકા વસ્તી સુધી લઈ જવાશે
–      રીલાયન્સે જિઓ ફોન-2 લોન્ચ કર્યો
–      ભાષા અનેક ભારત એક
–      રીલાયન્સે ગિગા રાઉટર લોન્ચ કર્યું

–      જીઓ ગિગા ટીવી સેટઅપ બોક્સ લોન્ચ કર્યું, ટીવીમાં વૉઈસ ફીચર કમાન્ડ હશે
–      જિઓની નવી સેવાઓ 15 ઓગસ્ટથી શરૂ થશે
–      જિઓ ફોન મોનસુન હંગામાં ઓફર લોન્ચ 

–      15 ઓગસ્ટથી જિઓ ગિગા ફાઈબરનું રજિસ્ટ્રેશન શરુ થશે
–      ભારતમાં ટીવી જોવાની પદ્ધતિ બદલાશેઃ આકાશ અંબાણી
–      21 જુલાઈથી જિઓનો જૂનો ફોન બદલાવી શકાશે
–      દેશના 1100 શહેરમાં જિઓ ગિગા ફાઈબર લોન્ચ થશે
–      જે રાજ્યમાં વધુ રજિસ્ટ્રેશન થશે તેને પ્રાયોરીટી આપવામાં આવશે

 
આ છે આજે નવા લોન્ચ થયેલા જિઓ-ટુ ફોન અને તેના ફીચર્સ