આઈઆરસીટીસી યાત્રીઓ માટે નવી લાવ્યું નવી ઓફર

નવી દિલ્હીઃ હવે જો તમારે ક્યાંક ફરવા જવું હોય તો આઈઆરસીટીસી એક નવું ટૂર પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજમાં 70 વર્ષથી ઓછી ઉંમરના યાત્રીઓ માટે વીઝા ફી અને ટ્રાવેલ ઈન્શ્યોરન્સનો પણ સમાવેશ થાય છે.

યાત્રીઓ માટે વિશેષ ઓફર મુકવામાં આવી છે. આ એક ટૂર પેકેજ છે. આ પેકેજમાં યાત્રીઓને સસ્તા દરે વિદેશ ફરવાની તક પણ પ્રાપ્ત થશે. આ પેકેજ અંતર્ગત ટીકિટ 28 સપ્ટેમ્બર, 24 નવેમ્બર, 21 ડિસેમ્બર, 26 જાન્યુઆરી 2019 અને 23 ફેબ્રુઆરી 2019 આ પાંચ તારીખોમાં બુક કરાવી શકો છો. આ અંગેની તમામ માહિતી ભારતીય રેલવેની અધિકારિક વેબસાઈટ આઈઆરસીટીસી ટૂરિઝમ ડોટ કોમ પર ઉપ્લબ્ધ છે.

આ પેકેજ અંતર્ગત રેલવે ચાર રાત્રી અને પાંચ દિવસની ટૂર ઓફર કરી રહી છે. આમાં શ્રીલંકાના કોલંબો, કેંડી અને નૂવારા ઈલિયા જેવી જગ્યાઓ પર ફરી શકાય છે. આ પેકેજમાં 70 વર્ષથી ઓછી ઉંમરના યાત્રીઓ માટે વીઝા ફી અને ટ્રાવેલ ઈન્શ્યોરન્સનો પણ સમાવેશ થાય છે. જો કે લોન્ડ્રી, લિકર, ડ્રાઈવર્સ, સહિતની સુવિધાઓ પેકેજમાં સમાવિષ્ટ નથી.

28 સપ્ટેમ્બર માટે આ પેકેજની શરૂઆતી કીંમત 45290 રૂપીયા છે. 26 જાન્યુઆરી 2019ના દિવસે આ પેકેજની કીંમત 46390 રૂપીયાથી શરૂ થાય છે. આ રીતે અલગ અલગ તારીખે અલગ અલગ પ્રકારની ટૂર કીંમત નક્કી કરવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]