સહારા લીલામીઃ ન્યૂ યોર્કની પ્લાઝા હોટેલ 4,000 કરોડમાં વેચાઇ ગઇ

નવી દિલ્હી- સહારા સમૂહની ન્યૂયોર્ક સ્થિત ધ પ્લાઝા હોટેલને ખરીદદાર મળી ગયો છે. કતર સરકારની માલિકીના કોષ કતારા હોલ્ડિંગ્ઝે લગભગ 4,000 કરોડ રુપિયાની આ હોટેલને ખરીદી છે. આ હોટેલમાં સહારાનો હિસ્સો તેમણે 60 કરોડ ડોલરમાં ખરીદી લીધો છે.

અહેવાલ મુજબ કતારા હોલ્ડિંગ્ઝે હોટેલની પૂરી માલિકી હાથમાં લઇ લીધી છે. તેમાં સહારા ઇન્ડિયા પરિવારની 75 ટકા ભાગીદારી પણ શામેલ છે. આ ઉફરાંત ન્યૂયોર્કની રીયલ એસ્ટેટ કંપની એશકેનજી એક્યૂઝિશન કોર્પ અને તેના ભાગીદાર સઉદીના શાહજાદા અલ વહીદ બિન તલાલ પાસેથી બાકીની 25 ટકાની ભાગીદારી પણ ખરીદી લીધી છે. સ

સહારા સમૂહે આ સંદર્ભે કોઇ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ આધિકારીક સૂત્રોના હવાલે જણાવાયું છે કે આ સોદો સોમવારે પૂર્ણ કરવામાં આવ્યો હતો.

સહારા દ્વારા આ હોટેલ વેચવાની લાંબા સમયથી કોશિશ કરવામાં આવી રહી હતી. ગત વર્ષે છેવટે સહારાએ આ હોટેલ વેચવા માટે લીલામી માટે બ્રોકરેજ ફર્મ જોન્સ લાંગ લાસલેને કામ સોંપ્યું હતું.