નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ એચડીએફસી બેન્કને આગામી ડિજિટલ વેપારનાં કામકાજને હંગામી ધોરણે અટકાવી દેવાનો નિર્દેશ આપ્યો છે. મધ્યસ્થ બેન્કે આ ખાનગી બેન્કને નવા ક્રેડિટ કાર્ડ જારી કરવા પર પણ મનાઈ ફરમાવી છે. બેન્કના ડેટા સેન્ટરમાં ગયા મહિને કામકાજ પ્રભાવિત થતાં આ આદેશ કરવામાં આવ્યો છે. રિઝર્વ બેન્કે એચડીએફસી બેન્કે બીજી ડિસેમ્બર, 2020એ એક આદેશમાં કર્યો છે, જે બેન્કિંગ- મોબાઇલ બેન્કિંગ, પેમેન્ટ બેન્કિંગમાં થયેલી હેરાનગતિ સંબંધમાં છે.
આમાં 21 નવેમ્બર, 2020એ પ્રાઇમરી ડેટા સેન્ટરમાં વીજળી જવાને કારણે બેન્કની ઇન્ટરનેટ બેન્કિંગ અને પેમેન્ટ બેન્કિંગ સિસ્ટમ બંધ થવી સામેલ છે. બે વર્ષમાં ડેટા સેન્ટરમાં ત્રીજી વાર વીજળી ગૂલ થવાની ઘટના બની છે. રિઝર્વ બેન્કે કહ્યું છે કે બેન્કના ડિરેક્ટર બોર્ડને ખામીઓની તપાસ કરવા અને જવાબદારી નક્કી કરવા કહ્યું છે.
એચડીએફસી બેન્કે કહ્યું હતું કે એના હાલના ક્રેડિટ કાર્ડ, ડિજિટલ બેન્કિંગ ચેનલો અને વર્તમાન કામગીરી પર આરબીઆઇના નિર્ણયની કોઈ અસર નહીં થાય. બેન્ક દેશમાં 2848 શહેરો-નગરોમાં 15,292 એટીએમ ધરાવે છે. બેન્ક અત્યાર સુધી 1.49 કરોડ ક્રેડિટ કાર્ડ અને 3.38 કરોડ ડેબિટ કાર્ડ જારી કરી ચૂકી છે.
અહેવાલો મુજબ પ્રાઇમરી ડેટા સેન્ટરમાં વીજળી જવાને કારણે બેન્કની ઇન્ટરનેટ બેન્કિંગ અને પેમેન્ટ સિસ્ટમમાં અડચણ આવવાનું સૌથી મોટું કારણ છે. જેથી એટીએમ ઓપરેશન, કાર્ડ અને યુપીઆઇ વ્યવહારો થોડા સમય માટે અટવાઈ જાય છે. જોકે બેન્ક ડિજિટલ બેન્કિંગ ચેનલોમાં આવેલી અડચણોને દૂર કરવા માટે નક્કર પગલાં ભરી રહી છે.