ખુશખબરઃ રાખડી, ગણપતિની મૂર્તિઓ પર જીએસટી નહીં લાગે

નવી દિલ્હી – કેન્દ્ર સરકારે રક્ષાબંધન તથા ગણેશ ચતુર્થી તહેવારો પૂર્વે જનતાને મોટી રાહત આપી છે. સરકારે રાખડી તથા ભગવાન ગણપતિની મૂર્તિઓને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)માંથી બાકાત રાખી છે.

કેન્દ્રીય કાર્યવાહક નાણાં પ્રધાન પીયૂષ ગોયલે આ જાહેરાત કરી છે.

રક્ષાબંધન તથા ગણેશ ચતુર્થી ભારતના પરંપરાગત તહેવારો છે. આ પરંપરાનું સરકારે માન જાળવ્યું છે.

સરકારે રાખડી, ગણેશ મૂર્તિઓ, હસ્તશિલ્પ, હસ્તકારીગરીની ચીજવસ્તુઓ પરથી જીએસટી હટાવી દીધો છે. લોકો આ તહેવારોમાં મોટા પાયે ખરીદી કરી શકે એ હેતુથી સરકારે આ પગલું લીધું છે.

આવતી 26 ઓગસ્ટે રક્ષાબંધન તહેવાર છે અને 13 સપ્ટેંબરે ગણેશ ચતુર્થી છે.