નવી દિલ્હી- દેશભરમાં મીઠાના સપ્લાય પર અસર પડી શકે છે. આ પ્રકારની અટકળો રેલવેના એક નિર્ણય બાદ વહેતી થઈ છે. રેલવે બોર્ડે ગુજરાતથી આવનારા કન્ટેનરની સંખ્યામાં કપાતનો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલા ગુજરાતથી દર મહિને 150 કન્ટેનર આવતા હતા, પરંતુ હવે માત્ર 90 કન્ટેનર જ ગુજરાતથી આવશે. જેથી દેશભરમાં મીઠાની શોર્ટેજ ઉભી થાય તેવી સંભાવના છે.
ગુજરાત દર વર્ષે આશરે 2.6 કરોડ ટન મીઠાનું ઉત્પાદન કરે છે, જેમાંથી 80 થી 90 ટકા એક્સપોર્ટ કરી દેવામાં આવે છે. આશરે 50 લાખ ટનનો ઉપયોગ ઉદ્યોગોમાં થાય છે અને બાકી ઉપયોગ ખાવા માટે થાય છે. મીઠાનું ઉત્પાદન કરનારા ઉત્પાદકોનું કહેવું છે મીઠાના ઓછા સપ્લાયના કારણે ભાવોમાં કૃત્રિમ વૃદ્ધિ પણ જોવા મળી શકે છે.