રેલવેએ ડિજિટલ પેમેન્ટ પર ચાર્જ નાબૂદ કરવા બેેંકોને અનુરોધ કર્યો

દિલ્હીઃ રેલવેએ બેંકોને રેલ ટીકિટો માટે ડિજિટલ પેમેંટ્સ પર લેવામાં આવતા ચાર્જને ખતમ કરવા માટે મોટા કપાતની માગણી કરી છે. રેલવેએ જણાવ્યું છે કે જો બેંકો આ ચાર્જ ખતમ કરી દેશે અથવા તો તેમા કપાત લાવશે તો તેમનો વ્યાપાર વધશે. આ ચાર્જને મર્ચંટ ડિસ્કાઉંટ રેટ કહેવામાં આવે છે. રેલવેએ જણાવ્યું છે કે આના દ્વારા ડિજિટલ પેમેંટ્સને વેગ મળશે અને સાથે જ રેલવેને ફાયદો પણ થશે.  

પ્રાપ્ત માહિતી અનુસાર આના દ્વારા રેલવે ટીકિટોની વિંડો બુકિંગ પર થનારા ખર્ચને ઘટાડવામાં મદદ મળશે અને યાત્રીઓનો ખર્ચ ઓછો થશે. રેલવે ઈચ્છે છે કે તેને ટીકિટ બીઝનેસ સંપૂર્ણ રીતે કેશલેસ બને જેથી કરીને ટીકિટ બારીને નિયંત્રીત કરવા માટેનો ખર્ચ ઓછો થાય. રેલવેએ બેંકોને જણાવ્યું છે કે જો તે ચાર્જને ઓછો કરે અથવા તો ખતમ કરે તો રેલવે તેના બદલે તેમની બેંકિંગ સેવાઓનો ઉપયોગ પોતાના ડિપોઝિટ અને કર્મચારીઓના પગાર માટે કરશે.