નવી દિલ્હીઃ સોનાનાં આભૂષણોના ખરીદ-વેચાણ પર લાગતા GSTને લઈને ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ (AAR)નો મોટો નિર્ણય આવ્યો છે. આ નિર્ણયથી સેકન્ડ હેન્ડ સોનાનાં ઘરેણાંના રિસેલ પર GST ઘણો ઓછો થઈ જશે. એનો લાભ એ ઉપભોક્તાઓને થશે, જે સેકન્ડ હેન્ડ આભૂષણો ખરીદશે. તેમણે ઓછો ટેક્સ ચૂકવવો પડશે.
કર્ણાટક AARના આ નિર્ણય મુજબ જ્વેલર્સને સેકન્ડ હેન્ડ ગોલ્ડ જ્વેલરીના રિસેલ પર જે નફો થશે- માત્ર એના પર GST લાગશે. બેંગલુરુની એક કંપની આધ્યા ગોલ્ડ પ્રા. લિ.એ AARમાં એક અરજી આપી હતી, જેમાં એ વાતે સ્પષ્ટતા માગવામાં આવી હતી. કે માત્ર સેકન્ડ હેન્ડ ગોલ્ડ જ્વેલરીના ખરીદ-વેચાણની વચ્ચેની કિંમતોના અંતર પર લાગશે. જો જ્વેલરીને વેચતા સમયે એના ફોર્મ અને પ્રકૃતિને બદલવામાં નહીં આવે.
AARની કર્ણાટક બેન્ચનું કહેવું છે કે જ્વેલર જ્વલેરીને ઓગાળીને બુલિયનમાં નથી બદલી રહ્યો અને એનાથી નવાં ઘરેણાં નથી બનાવી રહ્યો. બલકે એની સફાઈ અને પોલિશિંગ કર્યા વિના એના ફોર્મના બદલામાં એને વેચી રહ્યો છે. એટલા માટે જ્વેલરીની ખરીદ-વેચાણની વચ્ચે જે પણ માર્જિન હશે- માત્ર એના પર GST લાગશે.
નિષ્ણાતોનું કહેવું છે કે આ નિર્ણયને કારણે સેકન્ડ હેન્ડ જ્વેલરીના રિસેલ પર GST ઘણો ઓછો થઈ જશે. હજી ખરીદદારોથી સોનાનાં ઘરેણાંના કુલ વેલ્યુ પર ત્રણ ટકા ચાર્જ ઇન્ડસ્ટ્રી વસૂલતી છે, પણ આ નિયમ પછી આવું નહીં થાય. કુલ કિંમતને બદલે માત્ર નફા પર GST લાગશે. માની લો કે કોઈ સોનાનાં ઘરેણાંની કિંમત રૂ. એક લાખ છે અને એના પર ત્રણ ટકા GST લાગે તો રૂ. 3000 થાય, પણ એ જ્વેલરી રૂ. 80,000માં ખરીદવામાં આવીઅને રૂ. એક લાખમાં વેચવામાં આવી તો રૂ. 20,000ના નફા પર ત્રણ ટકા GST પ્રમાણે રૂ. 600 GST લાગશે.