PNB મહાકૌભાંડઃ મેહૂલ ચોક્સીની 1217 કરોડની સંપત્તિ ED દ્વારા જપ્ત

નવી દિલ્હીઃ PNB ગોટાળા મામલે પ્રવર્તન નિર્દેશાલયે આરોપી મેહૂલ ચોક્સીની 1217 કરોડની 41 સંપત્તિઓને જપ્ત કરી લીધી છે.

ક્યાં કેટલી સંપત્તિ જપ્ત થઈ

જપ્ત થયેલી સંપત્તિઓમાં 15 ફ્લેટ, મુંબઈમાં 17 ઓફીશિયલ બિલ્ડીંગ, હૈદરાબાદમાં જેમ્સ શો રૂમ, કલકત્તામાં શોપિંગ મોલ, મુંબઈ સ્થિત અલીબાગ હાઉસ સાથે મહારાષ્ટ્ર અને તમિલનાડુની 231 એકર જેટલી જમીન ઈડીએ જપ્ત કરી લીધી છે. આ મામલે આરોપી નીરવ મોદી અને તેમના કાકા મેહુલ ચોક્સીના નામથી નોટિસ જાહેર કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ નોટિસની સમય મર્યાદા 22 ફેબ્રુઆરી 2018થી બે વર્ષ સુધી રહેશે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઈનકમ ટેક્સ વિભાગ નીરવ મોદીનો 13 કરોડનો બંગ્લો, 5.24 કરોડનો સોલાર પાવર પ્લાંટ, અને અમદાવાદ સ્થિત 131 એકર જમીન અને મહારાષ્ટ્રમાં 70 કરોડ રૂપીયાની સંપત્તિ જપ્ત કરી ચુક્યું છે.