નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ વીમા કંપનીઓને કેરળમાં પૂરપ્રભાવિત પરિવારોને સામાજિક સુરક્ષા યોજના અંતર્ગત જલદીથી જલદી વળતર આપવાના નિર્દેશ કર્યાં છે. આના માટે વીમા કંપનીઓને નુકસાનના આકલન માટે વિશેષ કેમ્પ યોજવા જણાવાયું છે. વડાપ્રધાને પાક વિમા યોજના અંતર્ગત ખેડૂતોને ક્લેમ જલદી જ આપવા માટે માટેના નિર્દેશ પણ જાહેર કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન મોદી આજે કેરળ પ્રવાસે છે તેમણે અહીંયા પૂરના કારણે થયેલા નુકસાનને જોતા કેરળને 500 કરોડ રુપિયાની આર્થિક મદદ કરવાની પણ જાહેરાત કરી છે.
ભારતીય વિમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ દ્વારા વિમા કંપનીઓને પૂર પ્રભાવિત લોકોને જલ્દી જ ક્લેમની રકમની ચૂકવણી કરવા કહ્યું છે. કેરળમાં આવેલા પૂરમાં અત્યારે અનેક લોકો ફસાયેલા છે તો સાથે જ 100 વધારે લોકોનું મૃત્યું પણ થયું છે. અત્યારે બચાવ કામગીરી ચાલી રહી છે અને સુરક્ષા દળો અત્યારે પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાનું કામ કરી રહ્યા છે.