આ તારીખથી ‘ચહેરો’ બનશે આધાર, ટેલીકોમ કંપનીઓનું નવું ફીચર

નવી દિલ્હીઃ યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ 15 સપ્ટેમ્બરથી ફેસ રિકગ્નાઈઝેશન ફીચરને ઓથેન્ટિકેશનના એડિશનલ મોડ તરીકે લોંચ કરવાની જાહેરાત કરી છે. સૌથી પહેલા આ ફીચર ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડર્સ ઉપ્લબ્ધ કરાવશે. આ પહેલા UIDAI એ 1 જુલાઈથી ફેસ રિકગ્નાઈઝેશન ફીચર શરુ કરવાની જાહેરાત કરી હતી. બાદમાં આની તારીખ લંબાવીને 1 ઓગસ્ટ કરી દેવામાં આવી હતી. ઓથોરિટીએ ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડર્સ માટે ટાર્ગેટ પૂરો ન કરવા પર મોનિટરી ડિસઈન્સેન્ટિવનો પ્રસ્તાવ પણ રાખ્યો છે.

UIDAI એ જણાવ્યું છે કે ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડર્સ સિવાય અન્ય ઓથેન્ટિકેશન એજન્સીઓ માટે ફેસ ઓથેન્ટિકેશન ફીચર લાગુ કરવા માટે નિર્દેશ જાહેર કરવામાં આવશે. આ સીવાય UIDAI એ જણાવ્યું છે કે આવા મામલાઓમાં જ્યાં મોબાઈલ સીમ આપવા માટે આધારનો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યાં લાઈન ફેસ ફોટો કેપ્ચર અને ઈકેવાઈસીમાં ફોટા સાથે આનું વેરિફીકેશન જરુરી હશે. UIDAI નું કહેવું છે કે આ નિર્ણયનો ઉદ્દેશ્ય ફિંગરપ્રિંટ ક્લોનિંગ અથવા ફ્રોડની આશંકા પર અંકુશ લગાવવાનો છે.

ઓથોરિટી મોબાઈલ સિમ આપવાની અને એક્ટિવેટ કરવાની પ્રક્રિયાના ઓડિટ પ્રોસેસ અને સિક્યુરિટીને કડક કરવા માંગે છે. UIDAIના સીઈઓ અજય ભૂષણ પાંડેએ જણાવ્યું કે કેવાઈસી ફોટો સાથે લાઈવ ફેસ ફોટો મેચ કરવાનો નિર્દેશ ત્યારે જ લાગુ થશે જ્યારે સીમ આપવા માટે આધારનો ઉપયોગ કરવામાં આવશે. જો સીમ આધાર વિના અન્ય ડોક્યુમેન્ટ સાથે આપવામાં આવશે તો આ નિર્દેશ લાગુ નહી પડે.

UIDAI એ ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડર્સ દ્વારા ફેસ રિકગ્નાઈઝેશનના ઉપયોગ માટે ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશનનો પ્રસ્તાવ રાખ્યો છે. જો કોઈ વ્યક્તિ સિમ લેવા માટે આધાર નંબર આપે છે તો ઓથેન્ટિકેશન ફિંગરપ્રિન્ટ અથવા આઈ સ્કેન અને ફેસ સ્કેનીંગથી કરવામાં આવશે. UIDAI એ જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ આમ ન કરી શકે તો એડિશન મોડ તરીકે ફેસ ઓથેન્ટિકેશન ફીચરનો ઉપયોગ પણ કરી શકાય છે.