મુંબઈઃ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 345મી કંપની પ્લેટિનમવન બિઝનેસ સર્વિસીસ લિસ્ટ થઈ છે. કંપનીએ રૂ.10ની મૂળ કિંમતના 4,22,400 ઈક્વિટી શેર્સ રૂ.92ની કિંમતે ઓફર કરી રૂ.3.89 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 7 સપ્ટેમ્બર, 2021ના રોજ સંપન્ન થયો હતો.
પ્લેટિનમવન મહારાષ્ટ્ર સ્થિત કંપની છે જેની રજિસ્ટર્ડ ઓફિસ થાણામાં છે. કંપની બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ સર્વિસીસ (બીપીએમએસ) પૂરી પાડે છે. કંપની મધ્યમ કદની અને મોટી કંપનીઓને સર્વિસીસ પૂરી પાડે છે. જેમાં એફએમસીજી, રિયલ એસ્ટેટ, ફર્નિચર, ઈન્સ્યુરન્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ વગેરે ક્ષેત્રની કંપનીઓનો સમાવેશ થાય છે.
અત્યાર સુધીમાં એસએમઈ પ્લેટફોર્મ પરથી 113 કંપનીઓ મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે. એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટેડ 344 કંપનીઓએ રૂ.3,630.4 કરોડ એકત્ર કર્યા છે, જેનું માર્કેટ કેપિટલાઈઝેશન અત્યારે રૂ.35,736.90 કરોડનું છે.