PFCએ 75 કરોડ ડોલરના ઈશ્યુને ઈન્ડિયા INX પર લિસ્ટ કર્યો

ઈન્ડિયા આઈએનએક્સ પર લિસ્ટેડ બોન્ડ્સની કુલ રકમ 20.1 અબજ યુએસ ડોલરની થઈ

મુંબઈ તા.27ઃ જાહેર ક્ષેત્રની પાવર ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ (પીએફસી)એ તેની ગ્લોબલ નોટ્સ ગિફ્ટ આઈએફએસસી ખાતેના ઈન્ડિયા આઈએનએક્સની ગ્લોબલ સિક્યુરિટીઝ માર્કેટ (જીએસએમ)માં આજે લિસ્ટ કરી હતી. જીએસએમ વૈશ્વિક રોકાણકારો પાસેથી ભંડોળ પ્રાપ્ત કરવા માટેનું પ્લેટફોર્મ છે. પાંચ અબજ યુએસ ડોલરનાં બોન્ડ્સના ગ્લોબલ મીડિયમ ટર્મ નોટ પ્રોગ્રામ હેઠળ 3.950 ટકાનાં  આ બોન્ડ્સ લિસ્ટ કરવામાં આવ્યાં હતાં.

પીએફસીના ઈશ્યુનું સ્વાગત કરતાં ઈન્ડિયા આઈએનએક્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ વી. બાલાસુબ્રમણિયમે કહ્યું, “અમે પીએફસીને તેના સૌથી મોટા સિંગલ ટ્રાન્ચ ગ્લોબલ બોન્ડ ઈશ્યુ માટે અભિનંદન આપીએ છીએ. આ દર્શાવે છે કે દેશના વધી રહેલા પાવર ક્ષેત્ર અંગે વિશ્વમાં હકારાત્મક વલણ પ્રવર્તે છે.  ઈન્ડિયા આઈએનએક્સ ખાતે વધી રહેલા સતત વોલ્યુમથી આઈએફએસસીને ભારતના અને વિશ્વના ઈશ્યુઅરો અને રોકાણકારો માટેના મુખ્ય મથક તરીકે ઉભારવાના વિઝનને ચરિતાર્થ કરે છે. અમે વર્લ્ડ ક્લાસ લિસ્ટિંગ પ્રથા પૂરી પાડવાનું ચાલુ રાખીશું.”

ગ્લોબલ સિક્યુરિટીઝ માર્કેટના પ્રારંભ બાદ તે ગિફ્ટ આઈએફએસસી ખાતે બોન્ડ્સ માટેનું અગ્રણી લિસ્ટિંગ પ્લેટફોર્મ બની રહ્યું છે. ઈન્ડિયા આઈએનએક્સનું ગ્લોબલ સિક્યુરિટીઝ માર્કેટ પ્લેટફોર્મ ઈન્ટનેશનલ સ્થળોની સમકક્ષ ભંડોળ એકત્ર કરવાની સુવિધા પૂરી પાડે છે. ઈન્ડિયા આઈએનએક્સ પ્લેટફોર્મ પર જાન્યુઆરી 2018માં શરૂ કરાયું એ પછી અત્યાર સુધીમાં 46.5 અબજ યુએસ ડોલર એકત્ર કરવામાં આવ્યા છે અને 20.1 અબજ યુએસ ડોલરથી અધિકનાં બોન્ડ્સ લિસ્ટ કરવામાં આવ્યાં છે. ઈન્ડિયા આઈએનએક્સ પ્રથમ એવું પ્લેટફોર્મ છે જેણે પ્રથમ વાર ગ્રીન બોન્ડ્સ માટે ગ્રીન સિક્યુરિટીઝ પ્લેટફોર્મ શરૂ કર્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]