ઓનલાઈન બેંકિંગ ફ્રોડઃ ઓટીપી ચોરવા માટે ઠગોનો નવો કિમિયો બહાર આવ્યો

નવી દિલ્હીઃ બે ચરણોના એથોન્ટિકેશન પ્રોસેસમાં ઓટીપીને ઓનલાઈન ટ્રાંઝેક્શનની જેમ અન્ય બેંક અકાઉન્ટમાંથી પૈસાની ચપત લગાવવાની પેરવીમાં રહેલા લોકો વિરુદ્ધ પ્રભાવી ઉપાય માનવામાં આવે છે પરંતુ હકીકત કંઈક અલગ છે.

એવા ઘણા મામલાઓ સામે આવ્યા છે કે જેમાં અપરાધીઓએ બેંક કસ્ટમર્સ પાસેથી ચાલાકીથી ઓટીપી માંગી લીધો હોય અથવા તેમનો સ્માર્ટફોન હેક કરીને ઓટીપી ચોરી લીધો હોય. હવે તો તેમણે ઓટીપી પ્રાપ્ત કરવાની નવી રીત પણ શોધી લીધી છે. તે બેંકમાં જઈને પોતાને અસલી અકાઉન્ટ હોલ્ડર જણાવીને ફોન નંબર જ બદલાવી રહ્યા છે. એકવાર નંબર બદલાઈ જાય ત્યારબાદ ઓટીપી તેમના મોબાઈલ પર આવે છે અને પછી ગણતરીની સેકન્ડોમાં જ અકાઉન્ટ ખાલી થઈ જાય છે.

દિલ્હીના જનકપુરીમાં આવી જ એક ઘટના સામે આવી છે. પ્રાપ્ત વીગતો અનુસાર અપરાધીઓએ આ જ પ્રકારે 11.50 લાખ રુપિયાનો ચૂનો લગાવી દીધો. પોલીસના જણાવ્યા અનુસાર 31 ઓગસ્ટના રોજ બે લોકો બેંકમાં આવ્યા અને તેમાંથી એક વ્યક્તિએ પોતાને કોઈ અન્યના બેંક અકાઉન્ટને પોતાનું અકાઉન્ટ ગણાવ્યું. તેણે તે ખાતા સાથે જોડાયેલા મોબાઈલ નંબરને બદલવાનો આગ્રહ કર્યો અને ત્યારબાદ આના માટે જરુરી ફોર્મ પણ ભરી દીધું.

જેવો તેનો મોબાઈલ નંબર રજિસ્ટર થયો કે તરત તેણે પોતાના મોબાઈલ પર આવેલા ઓટીપી દ્વારા તે ખાતામાંથી પૈસા કાઢી લીધા. તેણે 11.50 લાખ રુપીયા અલગ અલગ બેંક અકાઉન્ટમાં ટ્રાંસફર કરી દીધા. અને થોડા પૈસા એટીએમમાંથી કાઢી લીધા. ત્યારબાદ ઓટીપી પ્રાપ્ત કરવા માટે જે નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો તે ફોનને સ્વીચ ઓફ કરી દેવામાં આવ્યો.