ભારતમાં 2018ના પ્રથમ છ મહિનામાં આવી 22 અબજ ડોલરની એફડીઆઈઃ સંયુક્ત રાષ્ટ્ર

નવી દિલ્હીઃ 2018ના પ્રથમ છ મહીનામાં ભારતે 22 અબજ ડોલરની એફડીઆઈ પ્રાપ્ત કરી છે. જો કે આ દરમિયાન ગ્લોબલ એફડીઆઈ 41 ટકા નીચે આવી હતી. સંયુક્સ રાષ્ટ્રના એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્ર વ્યાપાર અને વિકાસ સમ્મેલને જાહેર કરેલા ઈન્વેસ્ટમેન્ટ ટ્રેંડ મોનિટર રિપોર્ટમાં જણાવ્યું કે દક્ષિણ એશિયાઈ દેશોમાં ભારતમાં 2018માં પ્રથમ છ મહીનામાં 22 અબજ ડોલરનો એફડીઆઈ આવ્યો. આનાથી આખા દક્ષિણ એશિયાના એફડીઆઈમાં 13 ટકાની વૃદ્ધિ થઈ.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 22 અબજ ડોલરના એફડીઆઈ સાથે ભારતે કોઈપણ રીતે શીર્ષ 10 આકર્ષક દેશોની યાદીમાં સ્થાન જાળવી રાખ્યું છે. આ સમયગાળામાં 70 અબજ ડોલરના એફડીઆઈ સાથે ચીન શીર્ષ સ્થાન પર રહ્યું છે. ત્યારબાદ 65.5 અબજ ડોલરના સાથે બ્રિટન બીજાસ 46.5 અબજ ડોલર સાથે અમેરિકા ત્રીજા, 44.8 અબજ ડોલર સાથે નેધરલેન્ડ ચોથા, 36.1 અબજ ડોલર સાથે ઓસ્ટ્રેલીયા પાંચમા, 34.7 અબજ ડોલર સાથે સિંગાપુર છઠ્ઠા અને 22.5 અબજ ડોલર સાથે બ્રાઝીલ સાતમા સ્તર પર રહ્યું છે.

આ દરમિયાન વૈશ્વિક એફડીઆઈ ગત વર્ષના 794 અબજ ડોલરથી 41 ટકા ઘટીને 470 અબજ ડોલર પર આવી ગયો છે. આનું કારણ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર દ્વારા કરવામાં આવેલા ટેક્સ રિફોર્મ્સથી અમેરિકી કંપનીઓનો એફડીઆઈ બાધીત થવાનું છે.