NTPCનો રૂ. 1500 કરોડનો કોમર્શિયલ પેપર ઈશ્યુ બીએસઈમાં લિસ્ટેડ થયો

મુંબઈ – દેશના અગ્રણી સ્ટોક એક્સચેન્જ બીએસઈમાં એનટીપીસી કંપનીએ તેના રૂ. 1,500 કરોડના કમર્શિયલ પેપરના ઈશ્યુને લિસ્ટ કરવા માટે આજે અરજી કરી હતી. આ કમર્શિયલ પેપર 2 ડિસેમ્બર, 2019થી બીએસઈમાં લિસ્ટ થશે.

એશિયાના સૌથી જૂના અને હવે વિશ્વના સૌથી ઝડપી એક્સચેન્જ કહેવાતા બીએસઈએ ‘સેબી’ના 22 ઓક્ટોબર, 2019ના સર્ક્યુલર પ્રમાણે એક્સચેન્જમાં કમર્શિયલ પેપરને લિસ્ટ કરવાની મંજૂરી પ્રાપ્ત કરી હતી જે 27 નવેમ્બર, 2019થી અમલી બની હતી.

બીએસઈ દેશની કંપનીઓને મૂડીસર્જનમાં સહાય કરી રહ્યું છે.

બીએસઈ બોન્ડ પ્લેટફોર્મની જુલાઈ 2016માં શરૂઆત કરવામાં આવી હતી અને તેના પર અત્યાર સુધીમાં રૂ. 8,83,429 કરોડનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું છે.